ભારતે પાકિસ્તાનને 6-1થી ફરી કચડ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન: રમનદીપ સિંહ અને મનદીપ સિંહના બે-બે ગોલની મદદથી ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને એફઆઈએચ વર્લ્ડ હોકી લીગ સેમિ ફાઇનલ્સમાં 6-1થી કચડી નાખ્યું હતું. આ જીત પછી ભારતીય ટીમ હવે પાંચમાં અને છઠ્ઠા સ્થાન માટે કેનેડા સામે ટકરાશે. ભારતે છ દિવસ પહેલા જ ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 7-1થી હરાવ્યું હતું. આમ ભારતે બે મેચમાં પાકિસ્તાન સામે 13 ગોલ ફટકાર્યા હતા. ભારતે પાંચમાં અને આઠમાં સ્થાન માટે પાક.ને એકતરફી અંદાજમાં હરાવ્યું હતું. ભારતનો ક્વાર્ટરમાં મલેશિયા સામે 2-3થી પરાજય થયો હતો તેથી તેણે આ સ્થાન માટે મેચ રમવી પડી હતી.

3 મિનિટમાં 3 ગોલ

પ્રદીપ મોરના શાનદાર પ્રયત્નને તલવિંદરે 26મી મિનિટમાં ગોલની દિશા દેખાડી હતી. તલવિંદરના ગોલની બે મિનિટ પછી મનદીપે ભારતને 3-0થી આગળ કરી દીધું હતું.  એસવી સુનીલે આ સમને વધુ એક તક બનાવી હતી અને રમનદીપે ગોલ કરીને ભારતવને 4-0થી લીડ અપાવી હતી. આમ ભારતે ત્રણ મિનિટની અંદર ત્રણ ગોલ ફટકાર્યા હતા. હરમનપ્રિત સિંહે 36મી મિનિટમાં ગોલ કર્યો હતો.

એકતરફી જીત:  ભારતની એકતરફી જીતમાં રમનદીપ સિંહે 8મી, 28મી મિનિટમાં ગોલ કર્યો હતો. મનદીપ સિંહે 27મી, 59મી મિનિટમાં ગોલ કર્યા હતા. તલવિંદર સિંહે 25મી મિનિટમાં  જ્યારે ડ્રેગ ફ્લિકર હરમનપ્રીતે 36મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. પાક. તરફથી એકમાત્ર ગોલ એજાજ અહમદે કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...