તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • India Beat West Indies Kohli Century Bhavneshwar Umesh Yadav Shine

રોમાંચક મેચ: કોહલીનો પ્રહાર, બોલરોનો તરખાટ, જુઓ તસવીરોમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુકાની ધોનીની ગેરહાજરીમાં નેતૃત્વની જવાબદારી જેના ખભા પર હતી તેવા વિરાટ કોહલી માટે વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચ કરો યા મરો જેવી હતી. કોહલીએ પણ ધોનીની જેમ જ ઉદાહરણ પૂરૂ પાડ્યું. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી મેચમાં કોહલીએ પોતાની કારકિર્દીની 14મી સદી ફટકારતા ટીમ ઈન્ડિયાને 102 રનના અંતરથી વિશાળ જીત અપાવી. (મેચનો સમગ્ર અહેવાલ વાંચો :- ભારત સામે વિન્ડીઝનો ધબડકો: કોહલીની 'વિરાટ' કેપ્ટન ઇનિંગ્સ)

શિખર ધવન (69) અને રોહિત શર્મા (46)ની સદીની ભાગીદારીએ મોટા સ્કોરનો પાયો નાંખ્યો હતો. પરંતુ બન્નેના આઉટ થયા બાદ ઉપરાછાપરી વિકેટો પડવા લાગી હતી. એવું લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા આ મોરચા પર હારી જશે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે આ મેચમાં પણ ટીમ હારી જશે. પરંતુ ધોનીના સ્થાને સુકાની રહેલા કોહલીએ ધમાકેદાર 102 રનની ઈનિંગ્સ રમી હતી.

કોહલીના દમ પર ભારતે 311 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું જેના કારણે વિન્ડીઝ સામે 39 ઓવરમાં 274 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. પરંતુ બાદમાં બોલરોએ તરખાટ મચાવ્યો હતો અને યજમાન ટીમ 171 રન પર જ ઢેર થઈ ગઈ હતી. જેમાં ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમારે 3-3 વિકેટ લીધી હતી જ્યારે ઈશાંત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.

મોડી રાત્રે મેચ ના જોઈ હોય તો આગળ ક્લિક કરો અને તસવીરોમાં માણો, ભારત માટે કરો યા મરોની મેચનો રોમાંચ.....