ભારત બ્લાઇન્ડ વર્લ્ડકપમાં ચેમ્પિયન, પાકિસ્તાનને 9 વિકેટે હરાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનને 9 વિકેટે હરાવી ભારત ચેમ્પિયન બની ગયુ છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 1 વિકેટ ગુમાવી આ પડકારને મેળવી લીધો હતો.
ભારત બીજી વખત બન્યું ચેમ્પિયન
 
- ભારત બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડકપમાં બીજી વખત ચેમ્પિયન બન્યુ હતું.
- પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 197 રન બનાવ્યા હતા.
- પાકિસ્તાન તરફથી બદર મુનિર 57 રન બનાવી ટોપ સ્કોરર રહ્યો હતો.
- જવાબમાં ભારતીય ટીમે 17.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 200 રન બનાવી મેચને જીતી લીધી હતી.
- ભારત તરફથી પ્રકાશે સૌથી વધુ 99* રનની ઇનિંગ રમી હતી જ્યારે અજય કુમાર રેડ્ડીએ 43 રન બનાવ્યા હતા.
- પ્રકાશની આ ઇનિંગ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
 
વડાપ્રધાન મોદીએ આપ્યાં અભિનંદન
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને વર્લ્ડ-કપમાં વિજય મેળવવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ લખ્યું, "ભારતે બ્લાઈન્ડ ટી-20 વર્લ્ડકપ જીત્યો તે જાણીને ખુશી થઈ. ટીમને અભિનંદન. તેમની આ સિદ્ધિ પર ભારતને ગર્વ છે."
અન્ય સમાચારો પણ છે...