તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PCB ચેરમેનના હાથમાંથી ન છુટી ટ્રોફી, કોહલી સાથે હાથ મિલાવવામાં વ્યસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : એશિયા કપમાં શનિવારે ભારતે પાકિસ્તાન સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. મેચમાં 49 રન બનાવનાર વિરાટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ
દરમિયાન એક અનોખી ઘટના બની હતી. વિરાટ જ્યારે ટ્રોફી લેતા પહોંચ્યો ત્યારે PCBના ચેરમેનના હાથમાંથી મેન ઓફ ધ મેચની ટ્રોફી છુટી ન હતી. કોહલી સાથે હાથ મિલાવવામાં અને વાતચીત કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
Related Placeholder
શું બની હતી ઘટના
- એશિયા કપમાં વિરાટે પાકિસ્તાન સામે 51 બોલમાં 49 રન બનાવ્યા હતા.
- આ મેચમાં તેને મેને ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
- પ્રેઝનટેશન સેરેમનીમાં વિરાટને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચેરમેન શહરયાર ખાનના હાથે ટ્રોફી લેવાની હતી.
- વિરાટ ટ્રોફી લેવા માટે પહોંચ્યો ત્યારે શહરયાર ખાને તેની સાથે હાથ મિલાવ્યા હતા.
- આ પછી શહરયાર ખાન ટ્રોફી આપ્યા વગર કોહલી સાથે વાતચીત કરવા લાગ્યા હતા.
- કોહલીએ ફરી ટ્રોફી માટે હાથ આગળ કર્યો હતો, જોકે શહરખાને ટ્રોફી આપવાના બદલે ફરી હાથ મિલાવ્યો હતો.
- આ પછી કોહલીએ ફરી ટ્રોફી માટે હાથ આગળ કર્યો ત્યારે ટ્રોફી આપી હતી.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, આ ઘટનાની તસવીરો..........