તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ind Vs Pak : Khurram Manzoor Survives As The Umpire Fails To Spot A Glove Through To The Keeper

Ind vs Pak : અમ્પાયરે ન આપ્યો આઉટ, કોહલીએ ગુસ્સામાં બોલ્યો ગાળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : એશિયાકપમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના કોડ ઓફ કન્ડક્ટનો ભંગ કરવા બદલ ક્રિકેટર વિરાટ કોહલીને દંડ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીને લેવલ-વનનો દોષિત ઠેરવવામાં આવ્યો હતો. વિરાટને મેચ ફીસની ત્રીસ ટકા રકમનો દંડ કરવામાં આવ્યો છે. મેચ દરમિયાન વિરાટ કોહલીએ અમ્પાયરના નિર્ણય પર જાહેરમાં મતભેદ પ્રગટ કર્યો હતો. શું હતો મામલો ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચમાં વિરાટ કોહલી 49 રને આઉટ થયો ત્યારે તેને અમ્પાયરના નિર્ણય અંગે નારાજગી દર્શાવી હતી.
- વિરાટ કોહલી 49 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે 15મી ઓવરમાં મોહમ્મદ શમીએ તેની વિરૂદ્ધ એલબીડબલ્યૂની અપીલ કરી હતી. જેને અમ્પાયરે સ્વીકારીને કોહલીને આઉટ આપ્યો હતો
- રિપ્લેમાં સ્પષ્ટ દેખાતુ હતું કે બોલ બેટને અડીને તેના પગને લાગી છે છતા ફિલ્ડ અમ્પાયરે કોહલીને એલબી આઉટ આપ્યો હતો
- અમ્પાયરના નિર્ણય સામે વિરાટ કોહલી થોડો સમય મેદાન પર ઉભો રહ્યો હતો અને નારાજગી દર્શાવી હતી
- અમ્પાયરની ફરિયાદના આધારે મેચ રેફરીએ વિરાટ કોહલી વિરૂદ્ધ ખોટા વ્યવહાર કરવા બદલ આઇસીસી આચારસંહિતા હેઠળ દોષી ગણીને મેચ ફીના 30 ટકા દંડ ફટકાર્યો હતો
ફિલ્ડિંગ સમયે પણ વિરાટ ગુસ્સે થયો હતો
વિરાટ કોહલી ફિલ્ડિંગ દરમિયાન પણ ગુસ્સે થયો હતો.બાંગ્લાદેશના અમ્પાયર સરકુદ્દોલાએ પાકિસ્તાની બેટ્સમેન ખુર્રમ મન્ઝુરને આઉટ હોવા છતા નોટ આઉટ આપ્યો હતો. આ સમયે કોહલી ગુસ્સામાં જોવા મળ્યો હતો અને ગાળ બોલી હતી.
Related Placeholder
ક્યારે બની હતી ઘટના ?
- મેચની ચોથી ઓવરમાં આ ઘટના હતી.
- નહેરા ઓવરમાં ખુર્રમ મન્ઝુર શોટ મારવાના પ્રયત્નમાં વિકેટ પાછળ કેચ આપી બેઠો હતો.
- ભારતીય પ્લેયરોએ આઉટની જોરદાર અપીલ કરી હતી, પણ અમ્પાયરે આઉટ આપ્યો ન હતો.
- રીપ્લેમાં સ્પષ્ટ જોવા મળતું હતું કે બેટ્સમેન આઉટ હતો.
- આઉટ આપતા વિરાટ ગુસ્સે ભરાયો હતો અને ગાળ આપતા નજરે પડ્યો હતો.
- આ સમયે ખુર્રમ મન્ઝુર 10 રને રમતો હતો.
- જોકે આ પછી તે વધારે રન બનાવી શક્યો ન હતો અને 10 રને કોહલી દ્વારા જ રન આઉટ થયો હતો.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, આ ઘટના સંબંધિત તસવીરો.........