ઈમરાન ખાને કહ્યું- મુશ્કેલ પરિસ્થિતિમાં સચિન કરતા શ્રેષ્ઠ બેટ્સમેન છે વિરાટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાને કહ્યું છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં સચિન તેંડુલકર કરતા સારો બેટ્સમેન વિરાટ કોહલી છે. ક્રિકેટરમાંથી પોલિટિશિયન બનેલા ઈમરાને વિરાટના પેટ ભરીને વખાણ કરતા એમ પણ કહ્યું કે વિરાટ જાણે જન્મથી જ શાનદાર અને કમ્પલીટ બેટ્સમેન છે. વધુ શું કહ્યું ઈમરાન ખાને...
- એક ઈન્ટરવ્યૂ દરમિયાન ઈમરાને કહ્યું- ક્રિકેટને પોતાનો સમય હોય છે. 1980ના દાયકામાં વિવિયન રિચર્ડ્સ અને ત્યારબાદ બ્રાયન લારા અને સચિન તેંડુલકરનો સમય હતો. પરંતુ વિરાટ સૌથી વધુ કમ્પલીટ બેટ્સમેન છે. તે બંને પગથી બરાબર મૂવમેન્ટ કરતા ફીલ્ડના કોઈપણ ભાગમાં સ્ટ્રોક રમી શકે છે.
- ખાને આગળ કહ્યું કે, તે માત્ર ટેલેન્ટેડ નથી પરંતુ ટેમ્પરામેન્ટને ધ્યાને રાખતા પણ શ્રેષ્ઠ પ્લેયર છે. આ મામલામાં તે સચિન કરતાં પણ વધુ આગળ છે. વિરાટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાનદાર રમત દર્શાવી છે જે સચિન નહોતો કરી શકતો હતો.
પાકિસ્તાનની હાર પર દિલગીરી
- ઈમરાન ખાન T20 વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની હારથી દુઃખી છે. તેઓએ કહ્યું- પાકિસ્તાનને હારતું જોવું દુઃખદ હતું.
- પરંતુ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી અને આ વાત એક બોલર તરીકે કહી રહ્યો છું. માત્ર એ જોવું જોઈએ કે જ્યારે હાલત ખરાબ હોય છે તો તે કેવું રમે છે.
- તેમાં કોઈ બેમત નથી કે આજની તારીખમાં તે સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન છે. તમે તેની બેટિંગ જોવા ક્યાંય પણ જઈ શકો છો.
આગળ વાંચો, ઈમરાને મોદીને મળી શું કરી હતી રજૂઆત...
અન્ય સમાચારો પણ છે...