ભારતના આ ક્રિકેટરે સદી ફટકારી રચ્યો હતો ઇતિહાસ, શુ ફરી રચશે ઇતિહાસ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનો સ્ટાર મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈના ટ્વેન્ટી20 વર્લ્ડકપમાં સદી ફટકારનારો ચાર બેટ્સમેનોમાં એકમાત્ર ભારતીય છે. રૈના બાંગ્લાદેશમાં યોજાનાર પાંચમાં ટ્વેન્ટી20 વર્લ્ડકપમાં ભારતની ટીમનો સભ્ય છે. ટેસ્ટ અને વન-ડેમાંથી પડતા મુકાયેલા રૈનાએ વેસ્ટ ઇન્ડીઝમાં 2010માં યોજાયેલા ટી-20 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા સામે 5 સિક્સર અને 9 ફોરની મદદથી 101 રન બનાવ્યા હતા. રૈના પાસેથી ભારતને આ વખતે પણ આવા શાનદાર પ્રદર્શનની આશા છે.
કારકિર્દીમાં 1000 રન પુરા કરશે
વર્લ્ડકપ દરમિયાન સુરેશ રૈના કારકિર્દીમાં 1000 રન પુરા કરી શકે છે. રૈના એક હજાર રનથી 141 રન દૂર છે. તેણે ભારત તરફથી 37 મેચમાં 859 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 3 અડધી સદી ફટકારી છે.
કંગાળ ફોર્મના કારણે થયો ટીમમાંથી બહાર
વન-ડે અને ટેસ્ટમાં કંગાળ ફોર્મના કારણે રૈનાને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે. આઈપીએલ સિવાય રૈના ખાસ કોઈ કમાલ બતાવી શક્યો નથી. છેલ્લા 10 ઇનિંગ્સમાં તેનો બેસ્ટ સ્કોર 45 રન છે.
આગળ ક્લિક કરો અને વાંચો, કયા ક્રિકેટરોએ ટી-20 વર્લ્ડકપમાં ફટકારી છે સદી.....