• Gujarati News
  • ICC Suspends Saeed Ajmal Over Illegal Bowling Action

પાકિસ્તાનને ફટકો, આઈસીસીએ સઈદ અજમલ ઉપર મુક્યો પ્રતિબંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(બોલિંગ એક્શન ટેસ્ટ આપી ઓસ્ટ્રેલિયાથી પરત ફરતો સઈદ અજમલ.)
- અજમલ પર આઇસીસીએ પ્રતિબંધ લાદ્યો
-અજમલે છેલ્લા પાંચ વર્ષમાં 443 વિકેટ લીધી છે, 111 વિકેટ ગયા વર્ષે લીધી હતી
દુબઇ: આઈસીસીએ વન-ડેના નંબર વન બોલર અને પાકિસ્તાનના ઓફ સ્પિનર સઈદ અજમલની બોલિંગ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આઈસીસીએ મૂકેલા પ્રતિબંધના કારણે અજમલ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી શકશે નહીં. આઇસીસીએ મંગળવારે એક નિવેદનમાં આ અંગે જાણકારી આપી હતી. પ્રતિબંધ લાગ્યા બાદ અજમલે જણાવ્યું હતું કે મારી પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ખોટો નથી.

અજમલ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ મહત્ત્વનો છે કારણ કે તેણે 2009 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં 443 વિકેટ લીધી છે. આઇસીસીના જણાવ્યા અનુસાર આઈસીસીના મતે અજમલના બધા બોલ તેની કોણી સુધી નિયમિત 15 ડિગ્રી કરતા વધારે વળતો હોવાથી તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ત્રણેય ફોર્મેટમાં અજમલ ટોપ-10માં :
અજમલ આઇસીસી વન-ડે રેન્કિંગમાં નંબર વન બોલર છે જ્યારે ટેસ્ટ અને ટી20માં તે ટોચના 10 બોલરમાં સ્થાન ધરાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં તે સૌથી વધારે વિકેટ ખેરવનારો બોલર પણ છે.

ગયા વર્ષે 111 વિકેટ ખેરવી હતી :
અજમલે 2011માં 89, 2012માં 95 અને ગયા વર્ષે 111 વિકેટ (62 વન-ડે, 39 ટેસ્ટમાં અને 10 વિકેટ ટી20)માં લીધી હતી. અજમલે 2009 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 443 વિકેટ લીધી હતી. આ દરમિયાન વિકેટ લેવાના મામલે તમામ બોલર્સમાં તે સૌથી આગળ રહ્યો હતો.
બીજી વખત તેની પર શક ગયો

આ બીજી વખત હતું કે અજમલની બોલિંગ એક્શન પર શંકા કરવામાં આવી હોય. અગાઉ 2009માં દૂસરા ફેંકવા બદલ તેની એક્શન શંકાસ્પદ ગણવામાં આવી હતી. જોકે તેને તે વખતે ક્લિનચીટ પણ મળી ગઇ હતી.

બીજી વખત તેની પર શક ગયો
આ બીજી વખત હતું કે અજમલની બોલિંગ એક્શન પર શંકા કરવામાં આવી હોય. અગાઉ 2009માં દૂસરા ફેંકવા બદલ તેની એક્શન શંકાસ્પદ ગણવામાં આવી હતી. જોકે તેને તે વખતે ક્લિનચીટ પણ મળી ગઇ હતી.
આગળ ક્લિક કરો અને વાંચો, પહેલા ક્યારે લાગ્યો હતો શંકાસ્પદ બોલિંગ કરવાનો આરોપ....