DRS અંગે પીસીબીની ફરિયાદ આઇસીસીએ નકારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઇસીસીએ સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી દરમિયાન ડીઆરએસના ઉપયોગ અને અમ્યાયરિંગ નિર્ણય પર પાકિસ્તાને કરેલી ફરિયાદોને નકારી દીધી છે. પાકિસ્તાન ર્બોડના અધિકારીઓએ જણાવ્યું હતું કે આઇસીસીએ અમ્પાયરિંગમાં થયેલી ભૂલોને માનવીય ભૂલો ગણીને તેને નકારી દીધી છે. આ અંગે એક સૂત્રએ જણાવ્યું હતું કે આઇસીસીએ જણાવ્યું હતું કે અમ્પાયરોએ જાણીજોઇને કોઇપણ પ્રકારની ભૂલ કરી નહોતી.

આ રમતનો જ એક ભાગ હતો. તેમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે તેમાં યુડીઆરએસનો હજી વધારે સારી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ સુઝાવ આપવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકામાં પહેલી ટેસ્ટ બાદ ટીમ મેનેજમેન્ટની ફરિયાદને કારણે પીસીબીએ અમ્પાયરના પ્રદર્શન અંગે આઇસીસીને પત્ર લખ્યો હતો.