તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોંગકોંગની અનોખી સ્વિમર : જેને વિજયથી ડર લાગતો હતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હોંગકોંગ : જીવનમાં હંમેશા વિજય જરૂરી નથી હોતો. પરંતુ તેના માટેનો સંઘર્ષ મહત્વપૂર્ણ હોય છે. ઓલિમ્પિક ગેમ્સના આ મોટોથી હોંગકોંગન સ્વિમર યુવેટે માન યી કાંગે પ્રેરણા લીધી હતી. હંમેશાં જીતવાના દબાણે તેને ડિપ્રેશનમાં નાંખી દીધી હતી. રમત છોડવા સુધીનો સમય આવી ગયો હતો. પરંતુ અહેસાસ થયો. વિજયથી વધારે જરૂરી પ્રયાસ છે. હવે રિયો ઓલિમ્પિકમાં આ પ્રયત્ન સાથે તે ઊતરશે. 23 વર્ષની યુવેટેનું આ પહેલું ઓલિમ્પિક છે.

હોંગકોંગની 23 વર્ષની સ્વિમર યુવેટે કાંગ રિયોમાં 100,200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક અને 4 બાય 100 મીટર મિડલેમાં રમશે

સાઉથ અમેરિકામાં પણ તે પહેલી વખત રમશે. તે અહીં 100, 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઉપરાંત 4 બાય 100 મીટર મિડલેમાં પડકાર પ્રસ્તુત કરશે. યુવેટે જણાવે છે કે - આ ત્રણ વર્ષ પહેલાની વાત છે. હું કોઇ સ્પર્ધામાં સ્વિમિંગ કરી રહી હતી. લાગ્યું કે બ્લેક હોલમાં ડૂબી જઇશ. સ્વિમિંગ કરવાથી ડર લાગતો હતો. જે રમતમાં ક્યારેક ચેમ્પિયન હતી. તે રમત છોડવાનું મન થઇ ગયું હતું. કારણ હતું હંમેશાં વિજયની આદત. જે હવે ધીરે ધીરે દબાણ કે ડિપ્રેશનનું સ્વરૂપ લેવા લાગી હતી. 11 વર્ષની ઉંમરથી સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. ટીનએજ સુધી સતત જીતતી રહી હતી. સતત છ વર્ષ જીતવાની આદત બની ગઇ હતી. અઠવાડિયામાં 20-25 કલાક પ્રેક્ટિસ કરતી હતી.

અભ્યાસમાં પણ સારી હતી. જ્યારે 18 વર્ષની થઇ ત્યારે અમેરિકા અભ્યાસ માટે ગઇ હતી. યુનિર્વર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા સ્કોલરશિપ મળી હતી. મને સફળતા ખૂબ જ જલદી મળી ગઇ હતી. આ 2013ની વાત છે. મારી પાસેથી હંમેશાં વિજયની આશા રાખવામાં આવતી હતી. હું પણ મારી જાત પાસેથી વધારે જ આશા રાખતી હતી. દબાણની અસર રમત પર થવા લાગી હતી. હું સો ટકા પ્રદર્શન કરી શકતી નહોતી. લાગતું હતું કે સ્વિમિંગ કારકિર્દી પૂરી થઇ જશે. મેન્ટર બ્લોકની સ્થિતિ આવી ગઇ હતી. એ સમયે લાગ્યું કે કંઇક સમસ્યા જરૂર છે. હું ખૂબ જ નકારાત્મક થઇ ગઇ હતી. પછી પ્રોફેશનલની સલાહ લેવાનો નિર્ણય લીધો. એનાથી સકારાત્મકતા આવવા લાગી હતી.

મને અહેસાસ થયો કે જીવનમાં ફક્ત વિજય જ જરૂરી નથી. તેના માટે કરવામાં આવેલો પ્રયત્ન પણ મહત્વનો છે. ત્યારે નિર્ણય કર્યો કે સ્વિમિંગમાં હું પ્રદર્શનથી વધારે સારી યાદો બનાવવા પર ધ્યાન આપીશ. તેમાં નવી નવી સ્કીલ શીખવાનો પ્રયત્ન કરીશ. એનાથી નવી ઉર્જાનો સંચાર થયો હતો. યુવેટે હવે રિઝલ્ટથી વધારે પ્રોસેસ પર ધ્યાન આપે છે. હવે તેનું પ્રદર્શન પહેલાથી વધારે સારું થયું છે. પહેલા 100 મીટર બ્રેકસ્ટ્રોક તે 1:13 મિનિટમાં પૂરું કરતી હતી. હવે તે 1:07 મિનિટનો જ સમય લે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો