LIVE HIL હરાજી : જર્મનીના ફુક્સને દબંગ મુંબઇએ 63 લાખ 65 હજારમાં ખરીદ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સરદારસિંહ સસ્તામાં, ફુએર્ત્સે સૌથી મોંઘો
-હોકી ઇન્ડિયા લીગ: ભારતીય સુકાનીને અપેક્ષા કરતાં ઘણી ઓછી રકમ મળી, હરાજીમાં વિદેશી ખેલાડીઓનો દબદબો રહ્યો

નવી દિલ્હી : જર્મનીના સ્ટાર મિડફિલ્ડર મોરિટ્ઝ ફુએર્ત્સેને હોકી ઇન્ડિયા લીગ (એચઆઇએલ)ની હરાજીમાં વિક્રમી એક લાખ પાંચ હજાર ડોલર (69 લાખ રૂપિયા)માં કલિંગા લાન્સર્સે ખરીદ્યો છે. ભારતના રૂપિન્દરપાલ સિંહને 45 લાખ રૂપિયામાં દિલ્હી વેવરાઇડર્સે તથા ભારતીય હોકી સુકાની સરદારસિંહને પંજાબ વોરિયર્સે 38 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. જોકે ભારતના સ્ટાર સરદારને અપેક્ષા કરતાં ઓછી રકમ મળી છે. જર્મન મિડફિલ્ડર મોરિટ્ઝ અત્યાર સુધી 256 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે અને તેણે કુલ 109 ગોલ નોંધાવ્યા છે. તેની બેઝ પ્રાઇસ 30 હજાર ડોલર હતી પરંતુ તેને તેનાથી ત્રણ ગણી રકમ એક લાખ પાંચ હજાર ડોલર મળ્યા છે.

જર્મનીના 23 વર્ષીય ફોરવર્ડ ફ્લોરિયન ફુશને દબંગ મુંબઇએ 96 હજાર ડોલર (63 લાખ રૂપિયા)માં ખરીદ્યો છે. આ રીતે તોબિયાસ હોકને ઉત્તર પ્રદેશ વિઝાર્ડ્સે 63 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે ભારતના રુપિન્દર પાલ સિંહની બેઝ પ્રાઇસ 20 હજાર ડોલર હતી. ભારતના ધરમવીરસિંહને કલિંગા લાન્સર્સે 60 હજાર ડોલરમાં તથા અમિત રોહિદાસને 31 હજાર ડોલરમાં ખરીદ્યો હતો.

29 વર્ષીય મિડફિલ્ડર સરદારની બેઝ પ્રાઇસ 20 હજાર ડોલર હતી અને તેને હાંસલ કરવા માટે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે જબરજસ્ત હોડ જોવા મળી હતી. 223 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા ભારીતય સુકાનીના નામે 14 ઇન્ટરનેશનલ ગોલ નોંધાયેલા છે પરંતુ તેને ધારણા મુજબની કિંમત મળી નહોતી. ઓસ્ટ્રેલિયાના મિડફિલ્ડર કિરણ ઇવાન ગોવર્સને દબંગ મુંબઇએ 36 હજાર ડોલર ખરીદ્યો હતો. પ્રારંભિક તબક્કામાં વેચાયેલા 60 ખેલાડીઓમાં મોટા ભાગના વિદેશી ખેલાડીઓની બોલબાલા રહી હતી. મોરિટ્ઝને ખરીદવા માટે મુંબઇ તથા લાન્સર્સ વચ્ચે હોડ લાગી હતી જેમાં લાન્સર્સે આખરે બાજી મારી હતી.

ઉત્તરપ્રદેશ અને દિલ્હીને બાજુ પર રાખીને દબંગ મુંબઇએ ઓસ્ટ્રેલિયા માટે 247 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા ડિફેન્ડર મેથ્યુ સ્વાનને 75 હજાર ડોલરમાં (48 લાખ 75 હજાર રૂપિયા) ખરીદ્યો હતો. સ્વાનની બેઝ પ્રાઇસ 20 હજાર ડોલર હતી. ઓસ્ટ્રેલિયાના અન્ય એક મિડ ફિલ્ડર કિરાન ગોવર્સને (બેઝ પ્રાઇસ 25 હજાર ડોલર) મુંબઇ ફ્રેન્ચાઇઝીએ 36 હજાર ડોલર (23 લાખ 40 હજાર રૂપિયા)માં ખરીદ્યો હતો. રાંચી રાઇનોએ મિડફિલ્ડર વિક્રમજીતસિંહને તેની બ્રેઝ પ્રાઇસમાં (4,500 ડોલર)માં તથા ઓસ્ટ્રેલિયન ફોરવર્ડ ફિલન ઓગિલ્વીને પણ બ્રેઝ પ્રાઇસ (10,000 ડોલર)માં ખરીદ્યો હતો.

યુવા ડિફેન્ડર આનંદ લાકરાને કલિંગા લાન્સર્સે 8000 ડોલરમાં તથા અન્ય એક ફોરવર્ડ ખેલાડી પરવિન્દરસિંહને (6,000) તેની બ્રેઝ પ્રાઇસ કરતાં પાંચ ગણી રકમમાં દિલ્હી ડાયનેમોઝે 29,000 ડોલરમાં (18 લાખ 85 હજાર રૂપિયા) ખરીદ્યો હતો. ભારતીય ડિફેન્ડર અમિત રોહિદાસ 8,000 ડોલર તથા નીલકાંત શર્મા 2,600 ડોલરમાં ખરીદાયા હતા. સ્વિડનના ફોરવર્ડ યોહાન બ્યોર્કમેનને દબંગ મુંબઇએ 10 હજાર ડોલરમાં ખરીદ્યો હતો.

ગોલકીપરની ખરીદીમાં ન્યૂઝીલેન્ડના ડેવોન માન્ચેસ્ટરને દિલ્હીએ 25 હજાર ડોલરમાં ખરીદ્યો હતો. જોકે તેની બ્રેઝ પ્રાઇસ 15 હજાર ડોલર હતી. મોરિટ્ઝ ફુએર્ત્સેને આટલી મોટી રકમમાં ખરીદવા અંગે કલિંગા લાન્સર્સના મેન્ટર દિલીપ તિર્કેએ જણાવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ તેને કોઇ પણ ભોગે ખરીદવાના ઇરાદા સાથે જ હરાજીમાં આવ્યું હતું.
આગળની સ્લાઈડ્સ વાંચો ફુક્સ બીજા નંબરનો સૌથી મોઘો ખેલાડી અને જુઓ સબંધિત તસવીરો...