• Gujarati News
  • Heysel Disaster Of 1985 Is Football's Forgotten Tragedy And Liverpool And Juventus

Recall: ફૂટબોલના મહા મુકાબલામાં બની હતી દૂર્ઘટના, 39 લોકોના થયા હતા મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન: બ્રૂસેલના હેસેલ સ્ટેડિયમમાં યૂરોપીય ક્લબના ફાઇનલ મુકાબલા દરમિયાન બનેલી દૂર્ઘટનાને આજે 30 વર્ષ પૂર્ણ થયા છે. 29 મે 1985એ યોજાયેલા આ મુકાબલામાં હજારોની સંખ્યામાં પ્રશંસકો મેચ જોવા માટે પહોચ્યા હતા અને એક ભયાનક દૂર્ઘટનાનો ભોગ બન્યા હતા. ત્યારે divyabhaskar.com તમને આ દૂર્ઘટનાના અતિત વિશે જણાવી રહ્યું છે.
દૂર્ઘટનામાં 39 લોકોના થયા હતા મોત
જુવેન્ટ્સ અને લીવર પૂલ વચ્ચે ફાઇનલ મુકાબલો હતો. મેચ શરૂ થયાના એક કલાક પહેલા જ બનેલી આ દૂર્ઘટનામાં 39 લોકોના મોત થઇ ગયા હતા જ્યારે 600 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દશકના સૌથી મોટા ફૂટબોલના મુકાબલા પહેલા બન્ને વિરોધી દર્શક ઉત્સાહિત થઇ ગયા હતા અને સ્ટેડિયમની દિવાલ પર ચઢી ગયા હતા. જેને કારણે ભારે વજનને કારણે દિવાલ પડી હતી જેની નીચે કેટલાક લોકો દબાઇ ગયા હતા. જે લોકો બચી ગયા તે ભાગદોડનો શીકાર બન્યા હતા.
દર્શકોને રમખાણ કરવા મામલે સજા ફટકારાઇ
આ દૂર્ઘટનામાં લીવરપૂલના 14 દર્શકોને રમખાણ ભડકાવવાના દોષી ગણવામાં આવ્યા હતા અને દરેકને ત્રણ ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. રમખાણ ભડકાવવા મામલે લીવરપૂલના દર્શકો શામેલ થવા મામલે લીવરપૂલ પર વધુ ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. જ્યારે આ દૂર્ઘટનાને કારણે યૂઇએફએએ તમામ ઇંગ્લિશ ફૂટબોલ ક્લબો પર યૂરોપીય ફૂટબોલ પ્રતિયોગિતાઓ યોજવા મામલે 5 વર્ષ સુધી રોક લગાવી દીધી હતી.
દૂર્ઘટના બાદ પણ યોજાઇ હતી મેચ
દૂર્ઘટના થયા બાદ પણ ફાઇનલ મુકાબલો યોજવામાં આવ્યો હતો. આ મેચમાં લીવરપૂલની હાર થઇ હતી.જૂવેટ્સે લીવરપૂલને 1-0થી હરાવીને ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કરી લીધુ હતું.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સબંધિત વધુ તસવીરો..