‘નફરત’ અભિયાન માટે બ્લાટરે અમેરિકા અને યુરોપને ઝાટક્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝ્યુરિચ : ફિફામાં સતત પાંચમી વખત પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ સેપ બ્લાટરે જણાવ્યું હતું કે અમેરિકન ન્યાયપાલિકાએ જે રીતે ફૂટબોલની વૈશ્વિક સંસ્થાને ટાર્ગેટ બનાવી હતી તેનાથી હું સ્તબ્ધ થયો હતો. આ ઉપરાંત તેમણે યૂરોપિયન ફૂટબોલ અધિકારીઓના ‘નફરત’ અભિયાનની પણ આકરી ઝાટકણી કાઢી હતી.

બ્લાટરે બુધવારે કેટલાક ટોચના ફૂટબોલ અધિકારીની થયેલી ધરપકડના સંદર્ભમાં જણાવ્યું હતું કે હું ચોક્કસ નથી પરંતુ કશુંક ખોટું થઇ રહ્યું હોવાની ગંધ આવી રહી છે. બ્લાટરે અમેરિકન એટર્ની જનરલ લોરેન્ટા લિંચ સહિત અમેરિકન ન્યાયપાલિકા દ્વારા ફિફા કરવામાં આવેલી ટીકાઓની પણ ઝાટકણી કાઢી હતી. બ્લાટરે જણાવ્યું હતું કે હું સ્તબ્ધ થયો છું. અત્યાર સુધી જે થયું છે તેના પર હું સુનિશ્ચિત થયા બાદ જ અન્ય કોઇ સંગઠન સામે ટીકાઓ કે પ્રતિક્રિયા વ્યક્ત કરીશ. અમેરિકા 2022ના વર્લ્ડ કપની યજમાનીની હોડમાં કતાર સામે હારી ગયું હતું. આ ઉપરાંત એક ટીકાકાર ઇંગ્લેન્ડ 2018ના વર્લ્ડ કપની યજમાનીની રેસમાં રશિયા સામે પરાસ્ત થયું હતું.
અન્ય સમાચારો પણ છે...