• Gujarati News
  • Hasim Amla Devilliars Breaks Sachin Dravid Partnership Records Against Pakistan 2013

તૂટ્યો સચિન-દ્રવિડનો રેકોર્ડ, પાકિસ્તાની બોલરની શરમજનક સિદ્ધિ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાન સામે જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકન સુકાની એબી ડિવિલિયર્સ અને હાશિમ અમલાએ ધમાકેદાર બેટિંગ કરીને એક નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

અમલાએ આ મેચમાં 122 રન બનાવ્યા હતા જ્યારે ડિવિલિયર્સે 128 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. આ મેચમાં અમલા અને ડિવિલિયર્સે વનડે ક્રિકેટમાં ત્રીજી વિકેટ માટે 238 રનની ભાગીદારી નોંધાવીને સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે આ મેચમાં પાકિસ્તાની ઝડપી બોલર વહાબ રિયાઝે એક કંગાળ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

આ પહેલા આ રેકોર્ડ ભારતીય દિગ્ગજ જોડી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામે હતી. સચિન અને દ્રવિડનો આ રેકોર્ડ 14 વર્ષ બાદ તૂટ્યો છે.

આગળ ક્લિક કરો અને જાણો, ક્યારે સચિન અને દ્રવિડે નોંધાવ્યો હતો રેકોર્ડ અને કઈ છે ટોચની ભાગીદારીઓ.......અને પાકિસ્તાની બોલર વહાબ રિયાઝે કયો શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો......