2 વર્ષ સુધી કારની EMI નહતો ચુકવી શક્યો હાર્દિક પંડયા, IPLએ બદલ્યુ નસીબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના સંઘર્ષના દિવસોના રસપ્રદ ખુલાસા કર્યા છે. એક ટીવી શોમાં હાર્દિકે જણાવ્યુ કે કઇ રીતે ક્રિકેટમાં ઓળખ બનાવ્યા પહેલા તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

 

હાર્દિકે કર્યા રસપ્રદ ખુલાસા

 

- હાર્દિક પંડ્યાએ કહ્યું, 'મે કાર તો ખરીદી લીધી હતી પરંતુ ઇએમઆઇ નહતો ચુકવી શકતો. જેને કારણે મારે 2 વર્ષ સુધી કારને છુપાવીને રાખવી પડતી હતી.
- કારની ઇએમઆઇ ચુકવવા માટે મારે પાંચ-પાંચ અને દસ દસ રૂપિયા ભેગા કરવા પડ્યા હતા. આ આઇપીએલમાં પસંદ થયા પહેલાની વાત છે.
- હાર્દિકે કહ્યું, મે ત્રણ વર્ષ સુધી આ રીતે સંઘર્ષ કર્યો, મને યાદ છે કે આઇપીએલમાં મને 70 હજાર રૂપિયા મળ્યા હતા અને મે વિચાર્યુ હતું કે ચાલો તેનાથી કેટલાક દિવસ કામ ચાલી જશે.
- અમે બે વર્ષ સુધી કારની ઇએમઆઇ નહતી ભરી. અમે સ્માર્ટ હતા અમે કારને છુપાવી લીધી હતી. અમે નહતા ઇચ્છતા કે કાર જતી રહે. તે સમયે અમારી કમાણી કારની ઇએમઆઇ અને ખાવા-પીવાની વસ્તુમાં ખર્ચ થતી હતી, તેની માટે અમે કોઇ બીજી નવી વસ્તુ નહતી ખરીદી.
- હાર્દિકનું નસીબ ત્યારે બદલાઇ ગયુ જ્યારે તેને મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમવાનું શરૂ કર્યુ હતુ અને તે ટીમ ગત વર્ષે ચેમ્પિયન બની હતી.
- હાર્દિકે કહ્યું, ભગવાન સૌથી તાકાતવર છે, મારા પ્રથમ વર્ષે ટીમે આઇપીએલ જીતી અને મને 50 લાખ રૂપિયાનો ચેક મળી ગયો, તે બાદ મને એક કાર ગિફ્ટમાં મળી ચુકી છે અને મે ખુદ પણ એક કાર ખરીદી લીધી છે.
 - તમે વિચારો, ત્રણ મહિના પહેલા અમે ઘણો સંઘર્ષ કરી રહ્યાં હતા અને ત્રણ-ચાર મહિનામાં જ મારા ખિસ્સામાં 50-60 લાખ રૂપિયા હતા.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...