રેસલિંગ શોર્ટલીસ્ટ થતાં આનંદ : પુતિન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આતંરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના ૨૦૨૦ ઓલિમ્પિક રમતોમાં કુસ્તીને ત્રણ રમતો માટે ર્શોટલીસ્ટ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત તેમણે આશા રાખી હતી કે કુસ્તી ઓલિમ્પિકમાં યથાવત્ રહેશે.

પુતિને આઇઓસી અધયક્ષ જેક્સ રોગે સાથે મુલાકાત બાદ જણાવ્યું હતું કે મને ખબર છે કે અંતિમ નિર્ણય સપ્ટેમ્બર મહિ‌નામાં આવશે પણ હાલમાં અમે ત્રણ રમતોને ર્શોટલીસ્ટ કરી ચૂક્યા છીએ. જેમાં કુસ્તી પણ સામેલ છે. જે દુનિયાના ૨૦૯ દેશોમાં લોકપ્રિય છે.

આઇઓસીના કાર્યકારી ર્બોડે ફેબ્રુઆરીમાં કુસ્તીને ૨૦૨૦ રમતોમાંથી હટાવી દીધી હતી પણ આઇઓસીએ બુધવારે કુસ્તી, સ્ક્વોશ અને બેઝબોલ અને સોફ્ટબોલને આઠ રમતોમાં શોર્ટલીસ્ટ કરી હતી. આ ત્રણેય રમતો અંગે સપ્ટેમ્બરમાં આર્જેન્ટિનામાં યોજાનારી બેઠકમાં અંતિમ વોટિંગ કરીને નિર્ણય લેવામાં આવશે.