• Gujarati News
  • Gurunath Meiyappan Tipped Vindu About CSK Team Strategies !

ક્રાઈમ બ્રાંચના આ મહત્વના સવાલનો જવાબ ના આપી શક્યો અને ફંસાયો 'ગુરૂ'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લગભગ 150 મિનિટ સુધી સીએસકે ટીમના પ્રમુખ ગુરૂનાથ મયપ્પનની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન કેટલાંક મહત્વપૂર્ણ મુદ્દાએ આ કેસને નવી જ દિશા આપી છે. જોકે, સુનાવણી દરમિયાન જે પૂછપરછ થઈ તેની તમામ માહિતી પોલીસે જાહેર કરી નથી પરંતુ દિવ્યભાસ્કરડોટકોમના વિશ્વસનીય સૂત્રો એક ખાસ ખબર લઈને આવ્યા છે. હા, એ મહત્વનો સવાલ કે જેને કારણે ગુરૂનાથ ફસાઈ ગયો...

ક્રાઈમ બ્રાન્ચ મુંબઈ ગુરૂવારની મોડી રાત્રે ગુરૂનાથની પૂછપરછ કરી હતી. પોલીસે મુખ્ય રીતે વિંદુ દારા સિંહ અને તેની વચ્ચે થયેલી ફોન પરની વાતચીતને મુખ્ય હાથો બનાવ્યો હતો. સવાલ-જવાબ દરમિયાન ગુરૂનાથ એક મહત્વના સવાલનો જવાબ આપી શક્યો નહીં અને પોલીસના ગાળિયામાં આબાદ રીતે ફસાઈ ગયો.

ગુરૂનાથની સુનાવણી પહેલા વિંદુ દારાસિંહની પૂછપરછ થઈ હતી. વિંદુએ જ ગુરૂનાથનું નામ લીધું હતું. ત્યારબાદ પોલીસે વિંદુ દારાસિંહની ફોન ડિટેલ્સ કઢાવી હતી. ખાસ વાત એ છે કે ગુરૂનાથ પોલીસ સમક્ષ પૂરી તૈયારી કરીને આવ્યો હતો પરંતુ પોલીસના સવાલ-જવાબ આગળ તેનું કંઈ જ ચાલ્યું નહીં.