• Gujarati News
  • Gurinder Singh Sandhu Indian Origin Cricketer In Australian Team

ભારતીય મૂળના આ ખેલાડીએ રિકી પોન્ટિંગને પણ હંફાવ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોહાલીમાં ટીમ ઈન્ડિયા સામે મળેલા ઐતિહાસિક પરાજય બાદ ઓસ્ટ્રેલિયન ટીમ માટે શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં ક્લીન સ્વીપથી બચવું તે મુખ્ય લક્ષ્યાંક રહેશે. શ્રેણીમાં સતત ત્રણ ટેસ્ટ મેચ હાર્યા બાદ આખી ટીમ ઓસ્ટ્રેલિયન મીડિયાના નિશાના પર છે. સૌથી વધારે સવાલ તો ટીમની પસંદગી પર ઉઠાવવામાં આવી રહ્યા છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પણ કહી રહ્યા છે કે ભારત પ્રવાસે આવેલી ટીમ અનુભવ અને ક્ષમતાઓને ધ્યાનમાં રાખતા ઘણી નબળી છે. જે રીતે ટીમ સ્પિનર્સ સામે ઘૂંટણીયે પડી જાય છે તેનાથી ટીમ મેનેજમેન્ટને રિકી પોન્ટિંગ અને માઈકલ હસ્સીની ખોટ સાલી રહી છે. રિકી પોન્ટિંગે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ઓસ્ટ્રેલિયાની શેફીલ્ડ શીલ્ડમાં સૌથી વધારે રન બનાવીને યુવા ખેલાડીઓને પાછળ રાખી દીધા. આઠ મેચમાં 875 રન બનાવનારો પોન્ટિંગ શેફીલ્ડ શીલ્ડ પ્લેયર ઓફ ધ યર પણ બન્યો છે. પોન્ટિંગ સાથે આ એવોર્ડની દોડમાં એક એવુ નામ પણ હતું જેનો સંબંધ ભારત સાથે છે અને અંતિમ સમયમાં પોન્ટિંગથી પાછળ રહીને તે ખેલાડીએ એવોર્ડમાં ત્રીજુ સ્થાન હાંસલ કર્યું છે. કોણ છે આ ખેલાડી જેણે ઓસ્ટ્રેલિયન દિગ્ગજોને પડકાર આપતા શેફીલ્ડ શીલ્ડમાં પોતાનો જલવો દેખાડ્યો અને શું છે ભારત સાથે તેનો સંબંધ જાણો......