યુ મુમ્બા સામે અમદાવાદમાં ગર્જ્યુ ગુજરાત, આયુષ્માન-ક્રિતી રહ્યાં હાજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ પ્રથમ હાફમાં પ્રભાવશાળી પ્રદર્શન કરનાર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે રેઇડર સુરેસ હેગડે, રોહિત ગુલિયા તથા સચિનની મહત્વપૂર્ણ રેઇડની મદદથી યુ મુમ્બાને 39-21થી હરાવીને ટ્રાન્સ સ્ટેડિયા ખાતેના હોમગ્રાઉન્ડમાં પોતાનો અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. બીજી તરફ યુ મુમ્બાનો સિઝનમાં બીજો પરાજય થયો છે. અમદાવાદ ખાતેની આ સિઝનની પ્રથમ મેચ સમયે બોલીવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના અને એક્ટ્રેસ ક્રિતી સેનન હાજર રહ્યાં હતા.
 
 
મુમ્બાની નબળાઈનો ગુજરાતે ફાયદો ઉઠાવ્યો
 
- મુમ્બાની નબળી ડિફેન્સ હરોળનો ફાયદો ઉઠાવીને ગુજરાતના રેઇડર્સે વારંવાર આસાનીથી પોઇન્ટ હાંસલ કર્યા હતા.
- જાયન્ટ્સના રોહિતને રેઇડર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 
- ગ્રૂપ-એમાં ગુજરાતની ટીમ હવે 13 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે. મુકાબલાની બીજી મિનિટે જાયન્ટ્સની ટીમ 2-0થી આગળ થઇ હતી. પાંચ મિનિટ બાદ સ્કોર 4-0નો થયો હતો. સચિને બે પોઇન્ટ રેઇડ દ્વારા હાંસલ કરતા જાયન્ટ્સની ટીમ 6-0થી આગળ થઇ ગઇ હતી.
- મુમ્બાની ટીમે 10મી મિનિટે પોતાનો પ્રથમ ટેકલ પોઇન્ટ હાંસલ કર્યો હતો અને સ્કોર 3-11નો થયો હતો. 12મી મિનિટે જાયન્ટ્સની ટીમ 12-5થી આગળ થઇ હતી.
- પ્રથમ બ્રેકના સમયે સ્કોર 20-6નો હતો અને જાયન્ટ્સની ટીમે મુકાબલો એકતરફી બનાવી દીધો હતો.
- અનુપ કુમારે બે મિનિટમાં બે રેઇડના પોઇન્ટ મેળવતા 22મી મિનિટે સ્કોર 8-22નો થયો હતો. 30મી મિનિટે જાયન્ટ્સની ટીમે મેચ પર પોતાનો દબદબો મેળવીને સ્કોર 27-14નો કર્યો હતો. 
- બીજા હાફમાં મુમ્બાની ટીમ બે વખત ઓલઆઉટ થઇ હતી. રોહિત ગુલિયાએ બે રેઇડ પોઇન્ટ મેળવીને ટીમને 33-17થી આગળ કરી દીધી હતી. 
- આખરે જાયન્ટ્સે કોઇ પણ મુશ્કેલી વિના મેચને 39-21ના સ્કોરથી પોતાની તરફેણમાં કરી લીધી હતી. 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ યુ મુમ્બા વિરુદ્ધ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ મેચની વધુ તસવીરો.....)