ગેઇલ આખરે વિન્ડીઝ ટીમમાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે વિન્ડીઝ ટીમ જાહેર, ૧પ મહિ‌ના બાદ ગેઇલ તથા વિન્ડીઝ ર્બોડ વચ્ચે સમાધાન વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ર્બોડે આખરે તેની નેશનલ વન-ડે ટીમમાં વિવાદોથી ઘેરાયેલા સ્ફોટક ઓપનર ક્રિસ ગેઇલનો સમાવેશ કર્યો છે. આમ વિન્ડીઝ ર્બોડ તથા ગેઇલ વચ્ચેના મતભેદોનો ૧પ મહિ‌નાના લાંબા ગાળા બાદ અંત આવ્યો છે. ર્બોડની નીતિ અંગે સ્થાનિક રેડિયો ઉપર જાહેરમાં આકરી ટીકાઓ કર્યા બાદ ગેઇલને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે કેટલીક વખત સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેનો કોઇ ઉકેલ આવ્યો નહોતો. ૧૬મી જૂનથી ઇંગ્લેન્ડ સામે રમાનારી ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ગેઇલ રમશે. ભારતમાં તાજેતરમાં રમાયેલી આઇપીએલ દરમિયાન ટ્વેન્ટી૨૦માં પોતાને સૌથી સ્ફોટક બેટ્સમેન તરીકે સાબિત કરનાર ગેઇલ રવિવારે બે પ્રાંતીય પ્રધાનમંત્રી તથા સત્તાવાળાઓ સાથે વિન્ડીઝ ર્બોડના અધિકારીઓને મળ્યો હતો અને ત્યારબાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું. વિન્ડીઝ પસંદગી સમિતિના પ્રમુખ ક્લાઇડ બટ્ટ્સે વન-ડે ટીમમાં ગેઇલના પુનરાગમનને આવકારીને જણાવ્યું હતું કે ગેઇલ ટીમમાં સિનિયર ખેલાડી તરીકેની જવાબદારી અદા કરવામાં સફળ રહેશે તેવી મને આશા છે. વિન્ડીઝની વન-ડે ટીમ : ડેરેન સેમ્મી (સુકાની), ક્રિસ ગેઇલ, જ્હોન્સન ચાર્લ્સ, લેન્ડલ સિમન્સ, ડેરેન બ્રેવો, કેઇરોન પોલાર્ડ, માર્લોન સેમ્યુઅલ્સ, ડ્વેઇન બ્રેવો, દિનેશ રામદીન, ડેરેન સેમ્મી, ડ્વેઇન સ્મિથ, આન્દ્રે રસેલ, ટીનો બેસ્ટ, ફિડલ એડવર્ડ્સ, રવિ રામપોલ, સુનિલ નરૈન.