તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરૂની વચ્ચે ફેંકી દો તો પણ લીડર બનીને બહાર આવીશ, ગંભીર કેમ બાલ્યો આવું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ગૌતમ ગંભીરને ફરી એક વખત ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ ટીમમાં સમાવેશ ન કરાતા ગંભીરે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે અને પરત ફરવાનો સંકલ્પ કર્યો છે. જોકે આ ટ્વીટ સાથે ગંભીરે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે અને જેમાં તેણે જે કહ્યું છે તેના કારણે વિવાદ થાય તેવી સંભાવના છે. ઉલ્લેખનિય છે કે ગંભીરની બે વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ હતી, જોકે બે ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદ પડતો મુકવામાં આવ્યો છે.
શું કહ્યું ગંભીરે
- ટીમમાથી પડતો મુકાયા પછી ગંભીરે ટ્વીટ કર્યું હતું કે, ‘બધા એથ્લેટ એક કેંટેંડર હોય છે અને ક્યારેય હાર માનતા નથી.’
- આ ટ્વીટ સાથે ગંભીરે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે, ‘તમે મને વરૂ વચ્ચે પણ ફેંકી દો તો પણ હું લીડર બનીને બહાર આવીશ.’
- જોકે આ કહેવુ મુશ્કેલ છે કે ગંભીરે કોના માટે આ શબ્દો વાપર્યા છે.
- ઉલ્લેખનિય છે કે ગંભીરના ટેસ્ટના કેપ્ટન વિરાટ કોહલી અને વન-ડેના કેપ્ટન ધોની સાથે સંબંધો સારા નથી.
- ગંભીરે ટ્વીટ કરી આડકતરી રીતે આ બન્ને પર પ્રહારો કરતો હોય છે.
આગળની સ્લાઇડમાં જુઓ, ગંભીરનું ટ્વીટ અને કેટલાક વિવાદો............
અન્ય સમાચારો પણ છે...