• Gujarati News
  • Sourav Ganguly Says Marriage And Shirt At Lord's Was A Big Mistake

ગાંગુલીએ લોર્ડ્સમાં શર્ટ ઉતારવાની ઘટના અને ડોના સાથેના લગ્નને ગણાવી ભૂલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો: ગાંગુલીની પત્ની ડોના અને પુત્રી સાના સાથે(ડાબે). લોર્ડ્સમાં ટી શર્ટ ઉતારીને ઉજવણી કરતો ગાંગુલી.)
નવી દિલ્હી: ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 2002માં ઇંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણીમાં જીત મેળવ્યા બાદ લોર્ડ્સની બાલ્કનીમા ટી શર્ટ ઉતારીને જોશ ભર ઉજવણી કરી હતી. આ સમયે લાખો ભારતીય પ્રશસંકો એકસાથે ઝુમી ઉઠ્યા હતા. આ ક્ષણે ભારતીય ક્રિકેટની સૌથી યાદગાળ પળ માનવામાં આવે છે. જોકે ગાંગુલીને આ ઘટનાને પોતાની એક ભૂલ માને છે.
એક ટીવી શો દરમિયાન ગાંગુલીએ કહ્યું હતું કે નેટવેસ્ટ ત્રિકોણીય શ્રેણીમાં જીત પછી ટી શર્ટ કાઢીને ઉજવણી કરી એક ભૂલ હતી અને આ બદલ હું શરમજનક છું. ગાંગુલીએ જણાવ્યું હતું કે, ‘‘જીવનમાં બધા વ્યક્તિથી ભૂલ થાય છે, મે પણ એક ભૂલ કરી હતી.’’

લગ્નને પણ ગણાવ્યા ભૂલ
એક ટીવી શોના કાર્યક્રમમાં ગાંગુલીને પુછવામાં આવ્યું હતું કે, તમારા જીવનમાં સૌથી સારી ભૂલ કઈ છે. આ મુદ્દે ગાંગુલીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મારા લગ્ન. આટલું જ નહી ગાંગુલીના લગ્નની સરખામણી તેની કેપ્ટનશિપ સાથે પણ કરવામાં આવી હતી. ગાંગુલીએ હસતા -હસતા જણાવ્યું હતું કે, ‘‘તમે શાહરુખખાનનો ડાયલોગ તો સાંભળ્યો હશે કે અંતમાં બધુ ઠીક થઈ જાય છે.’’

શુ થયું હતું 2002માં?
13 જુલાઈ 2002ના રોજ નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં ઇંગ્લેન્ડે માર્ક્સ ટ્રેસ્કોથિક અને કેપ્ટન નાસિર હુસેનની સદીની મદદથી 325 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે એકસમયે 146 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે બધા માનતા હતા કે હવે ભારતનો પરાજય નિશ્ચિત છે.
આ સમયે યુવા પ્લેયર્સ યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફે બાજી સંભાળી હતી. બન્નેએ છઠ્ઠી વિકેટ માટે 121 રનની ભાગીદારી નોંધાવી હતી. યુવરાજ 69 રન બનાવી આઉટ થયો હતો પણ કૈફે એક છેડો સાચવી રાખી ભારતને યાદગાર જીત અપાવી હતી.
આ જીત બાદ ગાંગુલી ઉત્સાહિત થઈ ગયો હતો અને લોર્ડ્સની બાલ્કનીમાં ટી શર્ટ ઉતારીને ઉજવણી કરી હતી.
આગળ ક્લિક કરો અને જુઓ, આ ઐતિહાસિક મેચની યાદગાર તસવીરો...