ફ્રેન્ચ ઓપન : સેરેના વિલિયમ્સ, સાફારોવાની આગેકૂચ જારી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ફેડરર, ઇવાનોવિચ, શારાપોવા, કોર્નેટ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં
- મેન્સ સિંગલ્સમાં જાઇલ્સ સિમોનનો નિકોલસ માહુત સામે સંઘર્ષપૂર્ણ વિજય

પેરિસ : વિશ્વના બીજા ક્રમાંકિત રોજર ફેડરર, ભૂતપૂર્વ ચેમ્પિયન એના ઇવાનોવિચ, ફ્રેન્ચ ખેલાડી એલિઝ કોર્નેટ સહિત કેટલાક ક્રમાંકિત ખેલાડીઓએ પોતપોતાના મુકાબલા જીતી લઇને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં આગેકૂચ જારી રાખી હતી. 2009માં રોલેન્ડ ગરોસ ખાતે ચેમ્પિયન બનેલા ફેડરરે ડામિર ઝુમહુરને 6-4, 6-3, 6-2થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ઇવાનોવિચે માત્ર 53 મિનિટમાં ક્રોએશિયાની ડોના વેકિચને 6-0, 6-3થી હરાવી હતી. શારાપોવાએ સ્ટોસુરને 6-3, 6-4થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

જાઇલ્સ સિમોને નિકોલસ માહૂતને 6-2, 6-7 (6-8), 6-7 (8-6), 6-3, 6-1થી, ગાસ્કેટે બેરલોકને 3-6, 6-3, 6-1, 4-6, 6-1થી, સિમોન બોલેલીએ ટ્રોસ્કીને 6-2, 6-4, 6-3થી, ફેરરે ગિમોના ટ્રેવરને 6-3, 6-2, 6-1થી, કેવિન એન્ડરસને યુ લુને 5-7, 6-4, 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. સ્વિસ ખેલાડી સ્તેનિસ્લાસ વાવરિંકાએ પણ જ્હોન્સનને 6-4, 6-3, 6-2થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

ફ્રાન્સની નંબર-1 ખેલાડી એલિઝ કોર્નેટે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ વળતો પ્રહાર કરીને ક્રોએશિયાની મિરજાના લ્યુસિસ બારોનીને 4-6, 6-3, 7-5થી, 21મી ક્રમાંકિત મુગુરુઝાએ એન્જલિક ક્રેબરને 4-6, 6-2, 6-2થી, નવમી ક્રમાંકિત રશિયાની એક્ટરિના માકારોવાએ ઇલેના વેસનિનાને 6-2, 6-4થી, લ્યુસી સાફારોવાએ સાબિન લિસિસ્કીને 6-3, 7-6 (7-2)થી, સ્લોએન સ્ટિફન્સે બ્રિટનની હિધર વોટસનને 6-2, 6-4થી, પ્રથમ ક્રમાંકિત સેરેના વિલિયમ્સે ફ્રાઇડ્સમને 5-7, 6-3, 6-3થી હરાવીને પોતાના અભિયાનને અાગળ વધાર્યું હતું.
ક્લે કોર્ટમાં મરેનો 12મો વિજય
બ્રિટનના એન્ડી મરેએ જોઓ સોયુસાને હરાવીને ક્લે કોર્ટ પર પોતાનો સતત 12મો વિજય મેળવ્યો હતો. મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં મરેએ 6-2, 4-6, 6-4, 6-1થી વિજય મેળવ્યો હતો. બીજા રાઉન્ડનો મુકાબલો જીતવા માટે બે કલાક 30 મિનિટનો સમય લેનાર મરે સિંગલ્સ મુકાબલામાં એક માત્ર બ્રિટિશ ખેલાડી બાકી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...