તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર દિવસીય ટેસ્ટ: પાંડેના લડાયક 77, ભારત-એનો પ્રથમ દાવ 230 રનમાં સમેટાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બ્રિસબેન : મનીષ પાંડેએ 76 બોલમાં 77 રનની આક્રમક ઇનિંગ્સ રમી હોવા છતાં ભારત-એ ટીમ અહીં ઓસ્ટ્રેલિયા-એ ટીમ સામે રમાતી ચાર દિવસીય બિનસત્તાવાર ટેસ્ટના પ્રથમ દિવસે જ 230 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્વેપસને 78 રનમાં ચાર વિકેટ ખેરવી હતી. પ્રથમ દિવસના અંતે યજમાન ટીમે વિના વિકેટે 24 રન બનાવી લીધા હતા અને આ સમયે ઓપનર કેમરુન બેનક્રોફ્ટ 10 તથા જો બર્ન્સ 12 રને અણનમ રહ્યા હતા. સુકાની નમન ઓઝાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

હર્વાડકર 34, ફઝલ 48, સ્વેપસન 4/78, ઓસ્ટ્રેલિયા-એ 0/24

ઓપનિંગ બેટ્સમેન અખિલ હર્વાડકરે 34 તથા ફૈઝ ફઝલે 48 રન બનાવ્યા હતા. બંનેએ 32.1 ઓવરમાં 74 રનની ભાગીદારી નોંધાવી હતી. અખિલને ડેનિયલની બોલિંગમાં પીટર હેન્ડસ્કોબે કેચઆઉટ કર્યો હતો. પાંચ ઓવર બાદ ફઝલને ડેવિડ મૂડીએ પેવેલિયન પરત મોકલ્યો હતો. મધ્યમ હરોળમાં પાંડે તથા કરુણ નાયરે (15) 70 રનની ભાગીદારી નોંધાવીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. પાંડેએ 77 રનની ઇનિંગ્સમાં 13 બાઉન્ડ્રી તથા એક સિક્સર ફટકારી હતી. તેના આઉટ થયા બાદ બાકીના બેટ્સમેનો માત્ર 42 રન ઉમેરી શક્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો