• Gujarati News
  • Former WWE Star Wrestler turned hair Stylist Sean O'Haire Dies From Apparent Suicide At 43

રિંગનો કિંગ જીંદગીની જંગમાં હાર્યો, રેસલર સીને કરી આત્મહત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો : રેસલર સીન ઓ હેયર.)
ન્યૂયોર્ક : રિંગમાં કેન, શોન માઇકલ અને અંડરટેકર જેવા દિગ્ગજ પહેલવાનોને પછાડનાર સીન ઓ હેયર પોતે જીંદગીની લડાઈમાં આસાનીથી હારી ગયો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ રેસલિંગનો એવોર્ડ ત્રણ વખત જીતનાર સીન ઓ હેયર 9 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ કરોલિનમાં આવેલા પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનિક લોકોની જાણ બાદ 10મી તારીખે તેની ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી. તે 43 વર્ષનો હતો, તેને આત્મહત્યા શા માટે કરી તે પાછળનું કારણ જાણી શકાયું નથી.
43 વર્ષીય સીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસને પોસ્ટપોર્ટમ પછી જણાવ્યું હતું કે તેણે આત્મહત્યા 24-48 કલાક પહેલા કરી છે.
રહ્યો વિવાદાસ્પદ, ત્રણ વખત ગયો હતો જેલ
સીન રિંગની અંદર અને રિંગની બહાર વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યો છે. બે વખત પોતાની ગર્લફ્રેન્ડને મારવાના કેસમાં અને એક વખત બારમાં ઝઘડો કરવાના કેસમાં તે જેલમાં જઈ આવ્યો છે. એક વખત આરોપ સાબિત થયો ન હતો પણ બીજી વખત 2 લાખ 79 હજાર અને ત્રીજી વખત 1 લાખ 12 હજાર રૂપિયા આપીને જેલમાંથી છુટ્યો હતો.
રેડિયો ઉપર છુટાછેડાની કરી હતી જાહેરાત
સીને બે લગ્ન કર્યા હતા અને બન્ને વખત લગ્ન લાંબા ટક્યા ન હતા. પ્રથમ લગ્ન મે 2005માં જોય સાથે કર્યા હતા. દોઢ વર્ષ બાદ એક રેડિયો ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં બે દિવસ પહેલા લેવામાં આવેલા છુટાછેડાની જાહેરાત કરી હતી. આ પછી 2007માં બીજા લગ્ન કર્યા હતા અને તે પણ લાંબા સમય ચાલ્યા ન હતા.
આગળ ક્લિક કરો અને જુઓ, સીનની કેટલીક ખાસ તસવીરો...