• Gujarati News
  • Former Umpire John Holder Speaks About Fixing Offer He Got

મેચ ફિક્સિંગ અંગે ભૂતપૂર્વ અમ્પાયરે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-મેચ ફિક્સ કરવા 10 હજાર પાઉન્ડની ઓફર હતીઃ હોલ્ડર

ભૂતપૂર્વ અમ્પાયર જહોન હોલ્ડરે આક્ષેપ કર્યો છે કે યુએઇમાં વન-ડે મેચનું પરિણામ બદલવા માટે મને ૧૦ હજાર પાઉન્ડ (૧૫૧૩૯ અમેરિકન ડોલર)ની ઓફર કરવામાં આવી હતી. ૧૧ મેચમાં અમ્પાયરની ભૂમિકા ભજવી ચૂકેલા હોલ્ડરે જણાવ્યું હતું કે આ ઓફર શારજાહમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચના સંદર્ભમાં કરવામાં આવી હતી.

હોલ્ડરે બીબીસી રેડિયોની ટેસ્ટ મેચ સ્પેશિયલમાં જણાવ્યું હતું કે જો હું કોઇ શ્રીલંકન બેટ્સમેનોને ૮૫ રનની ભાગીદારી કરવા દઇશ તો તેઓ મને રોકડા ૧૦ હજાર પાઉન્ડ આપશે. મેં તેમને કહ્યું હતું કે તમે ખોટી વ્યક્તિ પાસે આવ્યા છો.

બાબૉડોસમાં જન્મેલા હોલ્ડર ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ હેમ્પશાયર તરફથી રમ્યા છે અને ૧૯૮૩માં પ્રથમ કક્ષાના અમ્પાયર બન્યા હતા. તેમણે ૧૯૮૮થી ૨૦૦૧ની વચ્ચે ૧૧ ટેસ્ટ તથા ૧૯ વન-ડેમાં અમ્પાયરિંગ કર્યું હતું. તાજેતરમાં થયેલા આઇપીએલના સ્પોટ ફિક્સિંગ કૌભાંડ અંગે તેમણે જણાવ્યું હતું કે હું ૧૯૯૩માં શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચેની ત્રિકોણીય શ્રેણી માટે શારજાહમાં હાજર હતો.