તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

6 કલાકના ડ્રામા બાદ કોચની પસંદગી, જાણો કેમ કોચ બન્યા શાસ્ત્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: પૂર્વ ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયાના નવા કોચ તરીકે વરણી કરવામાં આવી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પહેલાથી શાસ્ત્રીના નામની તરફેણ કરતો હતો. મંગળવારે દિવસ દરમિયાન ભારતીય ટીમના નવા કોચની પસંદગી અંગે થયેલા નાટ્યાત્મક વળાંકોની બાદ મોડી રાત્રે રવિ શાસ્ત્રીની બીસીસીઆઇ દ્વારા આગામી બે વર્ષ માટે મુખ્ય કોચ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત બોર્ડે સંજય બાંગરના સ્થાને ભૂતપૂર્વ ઝડપી બોલર ઝહિર ખાનને ટીમના બોલિંગ કોચ તરીકે પસંદ કર્યો છે. 
 
2 બાબતો શાસ્ત્રીને સફળતા અપાવશે 
 
ફ્લેક્સિબિલિટી 
 
રવિ શાસ્ત્રી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનિંગથી 10મા ક્રમ સુધી બેટિંગ કરી ચૂક્યો છે. તેનાથી સાબિત થાય છે કે ભૂમિકા કોઇ પણ હોય તે પોતાને અનુકૂળ બનાવે છે. ઇન્ટરનેશનલ ટીમને કોચિંગ આપવા માટે પ્રકારની ફ્લેક્સિબિલિટી જરૂર હોય છે. 
 
ગુડબુક માસ્ટર 
 
સુનિલ ગાવસ્કરથી લઇને કપિલદેવ અને ત્યારબાદ અઝહરુદ્દીન સુધીના તમામ સુકાનીઓની પસંદગીનો રહ્યો છે. વર્તમાન સુકાની વિરાટ કોહલી સાથે ગાઢ સંબંધો છે. નિવૃત્તિ બાદ બીસીસીઆઇના તમામ પ્રમુખમાં પણ પ્રિય રહ્યો હતો. ગયા વર્ષે સૌરવ ગાંગુલી સાથે વિવાદ થયા હતા. હવે બંને વચ્ચેના મતભેદોનો ઉકેલ આવી ગયો છે. 
 
જાણો રવિ શાસ્ત્રી કેમ બન્યા કોચ
 
વિરાટ કોહલી સાથે સારૂ સમિકરણ
 
કોચ પદે રહીને ભારતીય ટીમને સારા પરિણામ અપાવનારા કુંબલેને એટલા માટે રાજીનામુ આપવુ પડ્યુ કારણ કે વિરાટ સાથે તેનો ટકરાવ થયો હતો પરંતુ કુંબલે પહેલા ટીમના ડાયરેક્ટર રહેલા રવિ શાસ્ત્રી સાથે તેની સારી ટ્યૂનિંગ હતી.
- શાસ્ત્રી ઓગસ્ટ 2014થી જૂન 2016 સુધી ટીમના ડાયરેક્ટર હતા.
 
આગળની સ્લાઇડમાં જુઓ, રવિ શાસ્ત્રીના કોચ બનવા પાછળના અન્ય કારણ....
અન્ય સમાચારો પણ છે...