• Gujarati News
  • Cricketer Sourav Ganguly Birthday, Know How Sourav And Dona Love Story

B'DAY: સૌરવ ગાંગુલીને એક જ પત્ની સાથે બે વખત કરવા પડ્યા હતા લગ્ન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકાતા : ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક સૌરવ ગાંગુલીનો આજે (8 જુલાઈ, 1972) જન્મ દિવસ છે. દાદાના નામથી પ્રખ્યાત ગાંગુલી ફરી ભારતીય ક્રિકેટ સાથે જોડાયો છે. ગાંગુલીને બીસીસીઆઈમાં સલાહકાર બનાવવામાં આવ્યો છે. આજે પણ ગાંગુલીની લોકપ્રિયતા ઓછી થઈ નથી. 43 વર્ષીય સૌરવ ગાંગુલીની ક્રિકેટ કારકિર્દી વિશે તો બધાને ખબર હશે પણ ઘણા ઓછા લોકો એ વાત જાણતા હશે કે સૌરવે એક નહી બે વખત લગ્ન કર્યાછે અને બન્ને લગ્ન એક જ પત્ની ડોના સાથે કર્યા છે. પહેલા ભાગીને અને બાદમાં પરિવારજની મરજીથી લગ્ન કર્યા હતા.

બાળપણમાં ગાંગુલીને હતો ફૂટબોલમાં રસ
ગાંગુલીના પિતા કોલકાતાના પ્રતિષ્ઠિત બિઝનેસમેન હતા અને તેની માતા સામાજિક કાર્યકર હતી. કોલકાતામાં ક્રિકેટ કરતા ફૂટબોલ વધારે લોકપ્રિય છે. ગાંગુલી પણ પહેલા ફૂટબોલની રમતમાં રસ ધરાવતો હતો. જોકે સમય સાથે તેને ક્રિકેટ પ્રત્યે વધારે પ્રેમ થયો હતો. માતાના વિરોધ છતા તેનો મોટા ભાઈ સ્નેહાશીષના કહેવાથી ગાંગુલી ક્રિકેટની ટ્રેનિંગ લેવા લાગ્યો હતો.

સૌરવના પિતા બિઝનેસમેન હોવાના કારણે તેને આર્થિક રીતે ઘણો સંઘર્ષ કરવો પડ્યો નથી. જોકે તેની ક્રિકેટ કારકિર્દી અને લવ લાઈફ ઘણી ચડ ઉતર ભરી રહી છે. ગાંગુલીની લવ લાઇફ કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી.
સૌરવ ગાંગુલી અને ડોનાની લવસ્ટોરી

- સૌરવ અને ડોના પાડોશી હતા પણ બન્નેના પરિવારના લોકો એકબીજાને પસંદ કરતા ન હતા.
- બન્ને અલગ-અલગ સ્કુલમાં ભણતા હતા. સ્કુલના દિવસોથી જ તેમની લવસ્ટોરી શરૂ થઈ ગઈ હતી. જોકે પરિવારનો લોકો તેના ઘણા વિરોધી હતા.
- 1996માં ઇંગ્લેન્ડ પ્રવાસ જતા પહેલા સૌરવે ડોનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
- ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી પરત ફર્યા બાદ એક મિત્રની મદદથી બન્નેએ કોર્ટમાં મેરેજ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ત્રણેય રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા હતા પણ તેમના લગ્નની વાત
મીડિયામાં ફેલાઈ હતી. જેથી તેમણે લગ્ન વગર પરત ફરવું પડ્યું હતું.
- આ પછી 12 ઓગસ્ટ 1996ના રોજ સૌરવ અને ડોનાએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન વિશે કોઈને જાણ કર્યા વગર સૌરવ શ્રીલંકા પ્રવાસમાં ચાલ્યો ગયો હતો.
- થોડા દિવસો પછી લગ્નની વાત બહાર આવી હતી. વિરોધ છતા પરિવારનો લોકો બન્ને સામે ઝુકી ગયા હતા અને 21 ફેબ્રુઆરી 1997ના રોજ રિત રિવાજ સાથે બન્નેએ ફરી લગ્ન
કર્યા હતા.
- સૌરવ અને ડોનાને સાના નામની એક પુત્રી છે. જેનો જન્મ 3 નવેમ્બર 2001માં થયો હતો.
શુ છે સૌરવ ગાંગુલીને પસંદ, જાણો

ફેવરિટ કાર - રેડ મર્સિડિઝ
ફેવરિટ રમત - ક્રિકેટ અને ફૂટબોલ
ફેવરિટ ક્રિકેટર - સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, બ્રાયન લારા, સ્ટીવ વો
ફેવરિટ ફૂટૂબોલર - પેલે, બ્રાઝિલ
ફેવરિટ ટેનિસ પ્લેયર્સ - પીટ સામ્પ્રસ, લિએન્ડર પેસ
ફેવરિટ સ્પોર્ટ્સવુમન - સ્ટેફી ગ્રાફ
ફેવરિટ અભિનેતા - અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સૌમિત્ર ચેટર્જી
ફેવરિટ અભિનેત્રી - ઐશ્વર્યા રાય, રવિના ટંડન
ફેવરિટ ફિલ્મ - શોલે
ફેવરિટ ફૂડ - બિરયાની, બંગાળી ડિસો, થાઈ ફૂડ
ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન - લંડન અને દાર્જલિંગ
ફેવરિટ સિટી - લંડન, કોલકાતા
ફેવરિટ ઓથર - સત્યજીત રે
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સૌરવ ગાંગુલીની પત્ની ડોના અને પુત્રી સના સાથેની ખાસ તસવીરો....