સચિન હોય કે ‘કિંગ ખાન’ બધા માને છે દાદાને ‘દબંગ’, જાણો કયા છે ફેક્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથી 13 વર્ષ પહેલા કોલકાતાના ઐતિહાસિક સ્ટેડિયમ ઇડન ગાર્ડન્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ ઇતિહાસમાં યાદગાર બની ગઈ હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી -2001ની બીજી ટેસ્ટ 11 માર્ચના રોજ રમાઈ હતી. આ ટેસ્ટના પાંચ દિવસમાં ભારતના ક્રિકેટરોએ ઘણા રેકોર્ડ્સ બનાવ્યા હતા. હરભજનસિંહ આ શ્રેણી બાદ રાતોરાત સ્ટાર પ્લેયર બની ગયો હતો. ભજ્જીએ હેટ્રિક વિકેટ ઝડપી હતી, જ્યારે વીવીએસ લક્ષ્મણે 281 રન બનાવી ત્રીજી વિકેટ માટે રાહુલ દ્રવિડ સાથે 376 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી.
અમે તમને ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક સૌરવ ગાંગુલી દ્વારા બનાવવામાં આવેલા અત્યાર સુધીના રેકોર્ડ વિશે જણાવીશું.
આ ટેસ્ટમાં ભારતનો 171 રને ભવ્ય વિજય થયો હતો. મેચમાં ઝડપેલી હરભજનની હેટ્રિક, લક્ષ્મણની બેવડી સદી, રાહુલ દ્રવિડ સાથેની રેકોર્ડબ્રેક ભાગીદારી લોકોને યાદ છે પણ ભારતને જીતવા માટેનો જોશ ભરનાર સૌરવ ગાંગુલીને લોકો જલદી ભુલાવી દેશે.
કેટલાક ફેક્ટ ગાંગુલીને બનાવે છે ક્રિકેટનો ‘દબંગ’
સૌરવ ગાંગુલી બંગાળી હોવાના કારણે સાથી ક્રિકેટરો અને પ્રશંસકો દાદાના નામથી બોલાવતા હતા. તેની શાનદાર ક્રિકેટ કારકિર્દી તેને દબંગ બનાવે છે. તેના એવા કેટલાક રેકોર્ડ છે જેને રેકોર્ડનો બાદશાહ સચિન પણ તોડી શક્યો નથી. ગાંગુલીની દબંગ સ્ટાઇલના વખાણ બોલિવુડ કિંગ શાહરુખ ખાન પણ કરે છે.
આગળ ક્લિક કરો અને જાણો, ગાંગુલીના એવા રેકોર્ડ જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી....