તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Former Indian Captain Sourav Ganguly Affair With Bollywood Actress Nagma

જ્યારે નગ્માની મોહબ્બત પર ભારે પડ્યો હતો દાદાનો નાનપણનો પ્રેમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રિન્સ ઓફ કોલકાતાના નામથી જાણીતા ક્રિકેટ વર્લ્ડના દિગ્ગજ બેટ્સમેન સૌરવ ગાંગુલીનું નામ ટીમ ઈન્ડિયાના સફળ સુકાનીઓમાં લેવામાં આવે છે. વર્લ્ડકપ ફાઈનલ સુધી ટીમને પહોંચાડનારા સૌરવે જ લગાતાર 16 ટેસ્ટ મેચ જીતી ચૂકેલી ઓસ્ટ્રેલિયન ટીમના વિજય રથને રોક લગાવી હતી.

ભારતીય ટીમમાં જીતનું ઝનૂન ઉભું કરવામાં અને આક્રમક બનાવવામાં સુકાની ગાંગુલીનું મહત્વનું યોગદાન રહ્યું છે. ટીમને ટોચ પર પહોંચાડીને ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા સૌરવ ગાંગુલીનો આજે (8 જૂલાઈ)ના રોજ જન્મ દિવસ છે.

ક્રિકેટ પ્રશંસકોમાં કોલકાતના પ્રિન્સ અને તેની નાનપણની મિત્ર ડોનાની લવસ્ટોરી એક ઉદાહરણરૂપ માનવામાં આવે છે. પરંતુ કહેવાય છે ને કે પ્રેમને પણ સમય આવ્યે કસોટીમાંથી પાર થવું પડે છે.

બોલિવૂડ એક્ટ્રેસ નગ્મા સાથે સૌરવના અફેરના સમાચારોએ પણ ડોનાના પ્રેમની પરીક્ષા કરી હતી.

કોઈ ફિલ્મી વાર્તાની જેમ જ આ પ્રેમ ત્રિકોણનું ક્લાઈમેક્સ શું હતો અને કેવો રહ્યો હતો આ પ્રેમનો જંગ...જાણવા માટે આગળ ક્લિક કરો.....