• Gujarati News
  • Former England Cricketer David Syd Lawrence Is Now A Bodybuilding Champion

ક્રિકેટ છોડી જવા લાગ્યો જિમ, 50 વર્ષની ઉંમરે બન્યો બોડીબિલ્ડિંગમાં ચેમ્પિયન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પૂર્વ ક્રિકેટર અને બોડીબિલ્ડર ડેવિડ સિડ લોરેન્સ.)
લંડન : ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેવિડ સિડ લોરેન્સે સિદ્ધી કરી બતાવ્યું છે કે જીવનમાં કાઈપણ વસ્તુ અશક્ય નથી. ડેવિડને 1992માં ઈજાના કારણે ઇંગ્લેન્ડની ટીમમાંથી સ્થાન ગુમાવવુ પડ્યું હતું, પણ તેને હાર માની ન હતી. તેણે ક્રિકેટમાં નહી પણ બોડીબિલ્ડીંગમાં કારકિર્દી બનાવી અને 50 વર્ષની ઉંમરે સિડે વેસ્ટ બ્રિટન બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
ફટકારવા માંગતો હતો ફોર અને સિક્સર
ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર સિડની પણ ઇચ્છા હતી કે સચિન, સેહવાગ અને રોહિત શર્મા જેવા સ્ટાર ક્રિકેટરની જેમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફોર અને સિક્સર ફટકારે, પણ તેનું આ સપનુ પુરી થઈ શક્યું ન હતું. જોકે એ અલગ વાત છે કે ક્રિકેટ પછી તેને પોતાની તાકાતના જોરે બોડીબિલ્ડિંગમાં પણ નામ બનાવ્યું હતું.

આ માટે ઇંગ્લેન્ડની ટીમમાંથી થયો બહાર
સિડ ન્યૂઝીલેન્ડ સામે 6 થી 10 ફેબ્રુઆરી 1992માં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. આ ઈજા તેની ક્રિકેટ કારકિર્દી માટે ઘાતક સાબિત થઈ હતી. આ પછી તે ક્યારેય ક્રિકેટમાં પરત ફરી શક્યો ન હતો.
આવી રીતે કર્યો સંઘર્ષ
ઇંગ્લેન્ડની ટીમમાંથી સ્થાન ગુમાવ્યા પછી સિડ બેરોજગાર બની ગયો હતો. તેણે પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું કે એક વખત તે પોતાના મિત્ર સાથે એક ઇવેન્ટમાં ગયો હતો. જ્યાં તે બોડીબિલ્ડીંગમાં ભાગ લઈ રહ્યો હતો. બસ, આ મારા જીવનનો ટર્નિંગ પોઇન્ટ બન્યો હતો.

..અને રોજ જવા લાગ્યો જિમ
તેણે નક્કી કર્યું હતું કે ક્રિકેટમાં નહી તો હવે બોડીબિલ્ડિંગમાં કારકિર્દી બનાવવી છે. હવે તે ક્રિકેટના મેદાનના બદલે રોજ જીમમાં જવા લાગ્યો હતો. અહીથી બોડીબિલ્ડિંર બનવાની શરૂઆત થઈ હતી. ક્રિકેટ ટીમમાંથી બહાર થયાના 22 વર્ષ પછી બ્રિટન બોડીબિલ્ડિંગમાં ચેમ્પિયન બની ગયો હતો.
ક્રિકેટ કારકિર્દી
- 185 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમા 515 વિકેટ
- 5 ટેસ્ટમાં 18 વિકેટ
- એક વન-ડેમાં એકપણ વિકેટ નહી
આગળ ક્લિક કરો અને જુઓ, પૂર્વ ક્રિકેટર અને બોડીબિલ્ડર સિડની ખાસ તસવીરો...