ઇન્ડિયાના પૂર્વ ઓપનર ચેતન ચૌહાણ બન્યા NIFTના ચેરમેન, કહ્યું - સરકારનો નિર્ણય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર ચેતન ચૌહાણને નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના નવા ચેરમેન તરીકે એપોઈમેન્ટ કરવામાં આવ્યા છે. ચૌહાણ દિલ્હી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ છે અને બે વખત બીજેપી સાંસદ પણ રહી ચુક્યા છે. તે એક ક્રિકેટ એકેડમી પણ ચલાવે છે. પોતાની નિમણુક મુદ્દે ચેતન ચૌહાણે કહ્યું હતું કે આ સરકારનો નિર્ણય છે.
ગાવસ્કર સાથે કરી ચુક્યા છે ઓપનિંગ
- ચેતન ચૌહાણ લિટલ માસ્ટરના નામથી પ્રખ્યાત સુનીલ ગાવસ્કર સાથે ઓપનિંગ કરી ચુક્યા છે. 1982માં તેમણે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
- ચૌહાણે પોતાની નિમણુક બદલ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. તેમણે સ્વિકાર કર્યો હતો કે આ માટે કેટલીક મીટિંગો પણ થઈ હતી.
શું ચૌહાણ સમય આપી શકશે?
- ચેતન ચૌહાણ ડીડીસીએમાં વાઇસ પ્રેસિડન્ટ છે. દિલ્હીમાં ક્રિકેટ એકેડમી ચલાવે છે અને એક પ્રિટીંગ પ્રેસના માલિક પણ છે.
- આ કારણે એ સવાલ થઈ રહ્યો છે કે ચૌહાણ સમય આપી શકશે.
- ચૌહાણે આ વિશે કહ્યું હતું કે, ‘મારી પાસે દરેક રોલ માટે ટાઇમ છે. 60% ટાઇમ ડીડીસીએમાં, 30% એનઆઈએફટીમાં અને બીજો ટાઈમ પોતાના બિઝનેસને આપીશ.’
શું કહે છે NIFT એક્ટ?
- NIFT એક્ટ 2006 પ્રમાણે આ બોર્ડના ચેરમેન એ વ્યક્તિને જ મનાવી શકાય છે જે પ્રખ્યાત એકેડેમેનિશિયન, સાઇંટિસ્ટ, ટેક્નોલોજિસ્ટ અથવા પ્રોફેશનલ હોય. આ પદની નિમણુક
વિઝટર (પ્રેસિડન્ટ) કરે છે. 3 વર્ષ માટે એપોઇમેન્ટ કરવામાં આવે છે.

કોણ છે ચેતન ચૌહાણ ?
- 68 વર્ષના ચૌહાણે 1969માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1981માં અંતિમ ટેસ્ટ રમ્યા હતા.
- 40 ટેસ્ટમાં 2084 રન બનાવ્યા હતા. ચૌહાણ એકપણ સદી ફટકારી શક્યા ન હતા.
- તેમણે ફર્સ્ટક્લાસમાં 11 હજાર રન બનાવ્યા હતા. તે એક સફળ બેંકર પણ રહી ચુક્યા છે.
- ક્રિકેટની કારકિર્દી દરમિયાન તેમને ઘણા ફેશનેબલ માનવામાં આવતા હતા.
- તે કહેતા હતા કે, હું ઉંમર પ્રમાણે કપડા પહેરવામાં વિશ્વાસ કરું છું.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, ચેતન ચૌહાણની ખાસ તસવીરો.........
અન્ય સમાચારો પણ છે...