B'DAY : રવિ શાસ્ત્રીને હિરોઈન સાથે હતું અફેર, ચીયર કરવા જતી શારજાહ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર અને હાલ કોમેન્ટેટર રહેલા રવિ શાસ્ત્રીનો આજે (27 મે) જન્મ દિવસ છે. રવિ શાસ્ત્રીનો જન્મ 27 મે, 1962ના રોજ મુંબઈમાં થયો હતો. ક્રિકેટ વર્લ્ડના રવિ શાસ્ત્રીનું નામ ત્રણ કારણોસર હંમેશા યાદ રાખવામાં આવે છે. પ્રથમ યાદ કરાય છે એક ઓવરમાં 6 સિક્સરો માટે, તેમણે 10 જાન્યુઆરી 1985ના રોજ આ સિદ્ધી મેળવી હતી. બીજી શાસ્ત્રીને 1985 વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં ભારતને વિજેતા બનાવવા બદલ મળેલી ઓડી કાર માટે માટે, મેલબોર્નમાં રમાયેલી પાકિસ્તાન સામેની મેચમાં શાસ્ત્રીએ 63 રન અને 1 વિકેટ ઝડપી ભારતને જીત અપાવી હતી.આ ટૂર્નામેન્ટમાં તેમણે 5 મેચમાં 45.50ની એવરેજથી 182 રન કર્યા હતા અને 8 વિકેટો ઝડપી હતી. જેના કારણે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ત્રીજુ કારણ તેમની ઓસ્ટ્રેલિયન પ્લેયર માઇક વ્હિટની સાથે થયેલી બોલાચાલી. આ મેચમાં 12માં ખેલાડી રહેલા વ્હિટનીએ શાસ્ત્રીનું ધ્યાન ભટકાવવા માટે ગાળ આપીને કહ્યું હતું કે, ‘‘જો તુ ક્રિઝની બહાર નિકળે તો હું તારુ માથુ ફોડી નાખીશ.’’

અમૃતા સિંહ સાથેની તસવીરે મચાવી હતી બબાલ

રવિ શાસ્ત્રી પોતાના જમાનામાં હેન્ડસમ ક્રિકેટર હતા. તેમની મહિલા ફેન ફોલાઈંગની સંખ્યા ઘણી હતી. લગ્ન પહેલા બોલિવુડ અભિનેત્રી અમૃતાસિંહ સાથે અફેરની ઘણી ચર્ચાઓ થઈ રહી
હતી. ડિંગી નામથી પ્રખ્યાત અમૃતા રવિ શાસ્ત્રીની મેચ જોવા શારજાહ પણ ગઈ હતી. ત્યાં શાસ્ત્રીની ફોર અને સિક્સરો ઉપર ઘણી તાળીઓ પાળી હતી.
અમૃતા સાથે મેગેઝિનમાં આવેલી તેમની તસવીરે ઘણી બબાલ મચાવી હતી. અફવાઓ ઉડી હતી કે બન્નેએ સગાઈ પણ કરી લીધી છે અને જલ્દી લગ્ન કરવાના છે. જોકે આ વાત ખોટી
સાબિત થઈ હતી. 1990માં રવિ શાસ્ત્રીએ રિતુ સિંહ સાથે લગ્ન કરી બધી અફવાઓનો અંત આણ્યો હતો. અમૃતા અને રવિની મેગેઝિનમાં છપાયેલી તસવીર શોપિંગ સાઇટ 'e-bay' ઉપર મોટી કિંમતે વેચાઈ હતી. વર્તમાનમાં આ તસવીરની કિંમત 29.99 ડોલર (1754 રૂપિયા) છે.
વર્લ્ડકપમાં હતા ટીમ ઇન્ડિયાના ડાયરેક્ટર
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાયેલા 2015ના વર્લ્ડકપમાં રવિ શાસ્ત્રી ભારતીય ક્રિકેટ ટીમના ડાયરેક્ટર હતા. શાસ્ત્રીની આગેવાનીમાં ભારતીયે ટીમે વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.

આગળની સ્લાઈડ્સ ક્લિક કરો અને જુઓ, રવિ શાસ્ત્રીની અંગત અને પ્રોફેશનલ લાઇફની તસવીરો....