PHOTOS: મોડલના લૂક ઉપર ફિદા થયો રોનાલ્ડો, આ છે તેની નવી ગર્લફ્રેન્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન : પોર્ટુગલ અને રિયલ મેડ્રિડનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે તે પોતાની રમતને લઈને નહી પણ ગર્લફ્રેન્ડની લઈને ચર્ચામાં છે. જાન્યુઆરીમાં ગર્લફ્રેન્ડ ઇરિના શયાક સાથે સંબંધ તુટ્યા પછી હવે તેના જીવનમાં નવી ગર્લ આવી છે. આ ગર્લ છે ઇટાલીની સુપર મોડલ અને અભિનેત્રી અલેસિયા તેદેસ્ચી.
દરેક જગ્યાએ સાથે મળે છે જોવા
મીડિયા રિપોર્ટ પ્રમાણે 30 વર્ષીય રોનાલ્ડો અને અલેસિયા હાલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બન્ને તરફથી નવા રિલેશન વિશે કોઈ ખુલાસો કરાયો નથી, જોકે હાલના દિવસોમાં જ્યાં રોનાલ્ડો જોવા મળે છે ત્યાં અલેસિયા પણ જોવા મળી રહી છે.
લૂક ઉપર ફિદા છે રોનાલ્ડો
ઇટાલિયન મીડિયાના રિપોર્ટ પ્રમાણે સ્ટાર ફૂટબોલર રોનાલ્ડો, અલેસિયાના લૂક અને સ્ટાઇલથી ઘણો પ્રભાવિત છે. તેની અદાઓના કારણે જ તે અલેસિયાની નજીક આવ્યો છે. આ જ કારણોસર આ સુપર મોડલને સ્પેનમાં યોજાયેલી ચેમ્પિયન્સ લીગની એક મેચમાં વીઆઈપી આમંત્રણ પણ મોકલાવ્યું હતું અને તેના માટે બધી વ્યવસ્થા કરી હતી.
એકલો પસાર કરી રહ્યો છે સમય
જ્યારે બન્નેને આ નવા સંબંધ વિશે પુછવામાં આવ્યું તો રોનાલ્ડોએ જણાવ્યું હતું કે એકલો સમય પસાર કરી રહ્યો છું. ઉલ્લેખનિય છે કે રોનાલ્ડોનું જાન્યુઆરી 2015માં ઇરિના સાથે બ્રેકઅપ થયું હતું. ઇરિનાએ રોનાલ્ડોની બીજી મહિલાઓ સાથે મેસેજ કરતો પકડ્યો હતો. આ બ્રેકઅપ પછી ઇરિના હોલીવૂડ સ્ટાર બ્રેડલે કપૂરને ડેટ કરી રહી છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સુપર મોડલ અલેસિયાની ખાસ ફોટો, જેના ઉપર ફિદા છે રોનાલ્ડો....