સાસંદ બની સચિને કરી ભૂલ? આ 5 કારણોથી ઉઠશે સવાલો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકારણની પિચ પર કેટલો સફળ રહેશે સચિન તેંડુલકર, જાણો તેના પાંચ મહત્વના કારણો

નીતા અને મુકેશ અંબાણીએ ક્રિકેટર અને હવે રાજ્યસભાના સાંસદ સચિન તેંડુલકર અને તેના પરિવાર માટે રવિવારે વિધુ વિનોદ ચોપડાની આગામી ફિલ્મ ફેરારી કી સવારીનો ખાસ શો રાખ્યો હતો. આ સાથે બોલિવૂડ અને ક્રિકેટની દુનિયામાં તે અફવાઓ ચાલી રહી છે કે પિચ, સંસદ બાદ હવે સચિન બોલિવૂડમાં પણ પોતાનું નસીબ અજમાવી શકે છે. તો શું સચિન એક સાંસદ તરીકે સફળ સાબિત થઈ શકશે? શું તેણે સાંસદ બનીને ભૂલ કરી છે?

બેટ બોલે છે પણ પોતે મૌન રહે છે

સચિન તેંડુલકર વધારે નથી બોલતો. ટીકાકારો આકરી ટીકાઓ કરી રહ્યા હોય કે પછી ટીમ ધબડકો કરી રહી હોય સચિન હંમેશા શાંત રહેવાનું પસંદ કરે છે. સચિન હંમેશા બેટ વડે જ પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપે છે. સચિન ઘણું ઓછું બોલે છે. તેમાં પણ જો કોઈ વિવાદાસ્પદ બાબત હોય તો સચિન તેના પર કોઈ ટીપ્પણી નથી કરતો. મેચ ફિક્સિંગ જેવા ગંભીર મુદ્દા અંગે પણ સચિન બે વખત જ બોલ્યો છે. એક વખત દક્ષિણ આફ્રિકાની સમાચાર ચેનલ અને બીજી વખત એક મેગેઝિનને.

મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પણ સચિન ફક્ત તેના પીઆર દ્વારા મંજૂર કરાયેલા પ્રશ્નોના જ જવાબો આફે છે. રાજકારણમાં તો સચિનને ઘણા વિવાદાસ્પદ પ્રસંગો અંગે પોતાની ટીપ્પણી આપવાનું થશે. જેવી રીતે આમિર ખાન નર્મદા બચાવો આંદોલનથી લઈને ગુજરાતના રમખાણો અંગે જાહેરમાં બોલે છે. જો સંસદમાં પણ સચિન મૌન ધારણ કરીને બેસશે તો તેનાથી શું ફાયદો થશે?

ઘણી કંપનીઓનો છે બ્રાન્ડ એમ્બેસેડર

સચિન ઘણી કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમાં ઘણી કંપનીઓ વિવાદાસ્પદ પણ છે. જેવી કે કોકા કોલા. કોકા કોલાને લઈને દેશભરમાં આંદોલનો થતા રહે છે. કેરળથી લઈને બનારસ અને જયપુરમાં ઘણી જગ્યાએ હાલમાં પણ આંદલનો ચાલી રહ્યા છે. તેવામાં રાજ્યસભામાં જ્યારે આવી કંપનીઓ સામે સવાલો ઉઠાવવામાં આવશે તો સચિનની ભૂમિક શંકાની બહાર કેવી રીતે રહી શકશે તે જોવાનું રહેશે.

ક્રિકેટ કે પછી દેશ સેવા

સચિનની ઓળખ હંમેશા એક ક્રિકેટર તરીકેની જ રહી છે. એટલું જ નહીં સાંસદ બન્યા બાદ પણ તેણે જાહેર કર્યું છે કે તે હંમેશા ક્રિકેટ રમતો રહેશે. ક્રિકેટ તેની પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત તે જાહેરખબરો પણ કરે છે અને ફિલ્મોમાં પણ તે આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છએ. તેવામાં સચિન સંસદને કેટલો સમય આપશે તે પણ જોવાનું રહેશે.

અંગત હિત વિરૂદ્ધ જાહેર હિત

ક્રિકેટ સાથે જોડાયેલી સચિનની પ્રત્યેક સિદ્ધિ દેશને બાંધીને રાખે છે. પરંતુ તે ઘણી વખતે અંગત ફાયદાની વાતો કરતા પણ જોવા મળ્યો છે. ફેરારી પર ટેક્સની છૂટ માંગવાનો મામલો હોય કે પછી વગર ઓબ્જેક્શન સર્ટિફિકેટે બંગલામાં પ્રવેશ કરવાનો મામલો હોય. આવું ઘણી વખત થયું છે જ્યારે સચિને અંગત હિતોને વધારે મહત્વ આપ્યું છે.

લાગશે દાગ

રાજકારણ કોલસાની ખાણ જેવું છે. જો તમે તેમાં આવશો તે કાળા ડાઘ તો પડશે જ. આરોપ લાગશે અને તમારે તેની સ્પષ્ટતા કરતા રહેવું પડશે. અત્યાર સુધી સચિન એક પણ વિવાદમાં નથી ફસ્યો. પરંતુ રાજ્યસભામાં નોમિનેશનના દિવસથી જ તેના પર કોંગ્રેસનો નજીકનો વ્યક્તિ હોવાનો આરોપ લાગ્યો છે. આગળ પણ સચિનને આવા ઘણા આરોપો અને ડાઘનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

- તમારો મત

વાચક મિત્રો શું સચિન તેંડુલકર સાંસદ તરીકે સફળ રહેશે? શું રાજકારણની પિચ પર સચિન સેન્ચ્યુરી મારી શકશે? સચિનને રાજકારણમાં આવવાનો નિર્ણય કેટલો યોગ્ય છે? તમારા વિચારો અને મંતવ્યો નીચેના ફિડબેક બોક્સમાં લખો. તમારા વિચારોની ભાષા શુદ્ધ હોય અને તેમાં કોઈ પણ જાતના અશ્લીલ શબ્દો કે ગાળોનો ઉપયોગ કરવો ગુનો બનશે. આ માટે તમે જાતે જવાબદાર રહેશો.

અંજલિનો એવો હતો રૂઆબ, ઝાંખો પડ્યો સચિન, જુઓ તસવીરો
સાંસદ બન્યો સચિન તેંડુલકર, જાણો તેની 10 અંગત વાતો
નાનકડા બેટથી લઈ રાજ્યસભા સુધીની સચિનની સફર
જોઈ લો આ તસવીરો, ખબર પડશે સચિન કેટલો છે અમીર
શપથ વખતે નર્વસ બન્યો સચિન, જીભે માર્યા લોચા, જુઓ તસવીરો