સારૂ રહે પત્ની સાક્ષીનું ફિગર, તેથી ધોનીએ ખોલ્યું જીમ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલા દિવસોથી ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ચર્ચાનો વિષય રહી છે. સાક્ષીના બદલાતા રૂપને જોઈને લોકો અટકળો કરી રહ્યા છે કે સાક્ષી પ્રેગનન્ટ છે. જો કે હવે ખુદ ધોનીએ પોતાની પત્નીના ફિગરને મેન્ટેન કરવાનું કામ હાથમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે.ધોની બહારનું ખાધા બાદ વધતા વજન અને મેદસ્વીતાની સમસ્યા દૂર કરવા માટે જીમ ખોલી રહ્યો છે. ગુરૂવારે ધોનીએ ગુડગાંવ ખાતે પોતાના પ્રથમ જીમનું ઉદ્દઘાટન કર્યું હતું. જો કે આ તો હજી શરૂઆત જ છે. ધોની આગામી પાંચ વર્ષમાં 200 જીમ ખોલવાની યોજના ધરાવે છે. ટીમ ઈન્ડિયાનો સુકાની પોતે તો ફિટ છે પરંતુ હવે તે ભારતવાસીઓને પણ ફિટ બનાવવાની ઈચ્છા ધરાવે છે.ખુદને પસંદ નથી જીમ જવુંધોનીની યોજના તો દેશભરમાં ફિટનેસ ચેન ખોલવાની છે પરંતુ ખુદ ધોનીને જ જીમમાં જવું પસંદ નથી. તેને ખુલ્લા મેદાનમાં ભાગી-દોડીને પરસેવો પાડવાનું પસંદ છે. ધોનીએ જણાવ્યું છે કે, તે ક્યારેય 30 થી 50 મિનિટ કરતા વધારે સમય જીમમાં નથી વિતાવતો.મને જીમમાં મજા નથી આવતી. મને દોડવું, કૂદવું અને સર્કિટ ટ્રેનિંગ પસંદ છે. પ્રાકૃતિક રીતે ફિટનેસ જાળવવી તે સૌથી સારો રસ્તો છે. મેં મારી કારકિર્દીની શરૂઆત એક ફૂટબોલર તરીકે કરી હતી. તેના કારણે મારા પગ વધારે મજબૂત છે. તેથી જ હું વધારે ઈજાગ્રસ્ત નથી થતો.

ધોનીએ કર્યું જાહેર, શું કરશે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ
ધોનીની ગાદી પર કબ્જો જમાવવા માટે તૈયાર છે ગંભીર
IPLમાં સ્પોટ ફિક્સિંગને લઈને બોલ્યો સચિન તેંડુલકર
ધોનીની પત્ની સાક્ષીની અદાઓથી ઘાયલ થયા પ્રેક્ષકો
ક્રિકેટરોની પત્નીઓ આગળ ઝાંખી પડી બોલિવૂડ અભિનેત્રીઓ