તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત-સાઉથ આફ્રિકા પ્રથમ ટેસ્ટ: ધવન-કોહલીએ બાજી સંભાળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્ટિગુઆ: ઓપનર શિખર ધવનની અણનમ અડધી સદી વડે ભારતે અહીં રમાતી પ્રથમ ટેસ્ટ મેચના પ્રારંભિક દિવસે 41 ઓવરમાં બે વિકેટે 126 રન બનાવી દીધા હતા. આ સમયે ધવન 109 બોલમાં 6 બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે 68 તથા સુકાની કોહલી 45 બોલમાં 29 રન કરીને રમી રહ્યા હતા. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે છેલ્લી પાંચ ટેસ્ટમાં સતત ટોસ જીત્યો છે. વર્તમાન ટેસ્ટ પહેલાં ભારતે સાઉથ આફ્રિકા સામેની તમામ ચાર ટેસ્ટમાં ટોસ જીત્યો હતો.
41 ઓવરમાં ભારતના 2/126, શિખર ધવન 68*, કોહલીના 3 હજાર રન પૂરા

ઓપનર મુરલી વિજય સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વિદેશમાં રમેલી ટેસ્ટમાં વિજયનું કંગાળ ફોર્મ જારી રહ્યું હતું અને તેણે સાત ઇનિંગ્સમાં 11.28ની સરેરાશથી માત્ર 79 રન બનાવ્યા છે.પૂજારા 16 રન કરીને આઉટ થયો હતો. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 3 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. ભારત પ્રથમ ટેસ્ટમાં પાંચ બોલર્સ સાથે રમી રહ્યું છે. ટીમમાં ત્રણ ઝડપી બોલર ઉમેશ યાદવ, ઇશાન્ત શર્મા તથા મોહમ્મદ શમી અને સ્પિનર્સમાં અશ્વિન અને અમિત મિશ્રાને સામેલ કરવામાં આવ્યા છે. રવીન્દ્ર જાડેજાને તક અપાઇ નથી. બીજી તરફ રોસ્ટન ચેસ વેસ્ટ ઇન્ડીઝ તરફથી ટેસ્ટ મેચમાં પદાર્પણ કરી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો