ક્વોલિફાયર-૧ :કોલકાતાનો પંજાબ સામે જંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્વોલિફાયર-૧ ; આઇપીએલ-૭માં આજે ઇડન ગાર્ડન્સમાં મુકાબલો, વરસાદની સંભાવના, બંને ટીમ બોલિંગ તથા બેટિંગમાં સમકક્ષ, સોની મેક્સ પર રાત્રે ૮:૦૦થી પ્રસારણ, હારશે તેને બીજા ક્વોલિફાયર મુકાબલામાં રમવાની તક મળશે, ૨૮મી મે રિઝર્વ દિવસ

આઇપીએલ-૭ની વર્તમાન સિઝનમાં સતત સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહેલી કિંગ્સ ઇલેવન પંજાબનો સામનો મંગળવારે રમાનારા પ્રથમ ક્વોલિફાયરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે જેણે કંગાળ પ્રારંભ કર્યા બાદ ટૂર્નામેન્ટમાં વળતો પ્રહાર કરીને ટોચની ચાર ટીમમાં સ્થાન મેળવ્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ છ સિઝનમાં અપેક્ષા મુજબ દેખાવ નહીં કરી શકનાર કિંગ્સ ઇલેવન પંજાબ વર્તમાન સિઝનના લીગ તબક્કામાં સૌથી શક્તિશાળી ટીમ સાબિત થઇ છે. આ મેચનું સોની મેક્સ પર રાત્રે ૮:૦૦ કલાકે પ્રસારણ કરવામાં આવશે.

વિદેશી ખેલાડી ગ્લેન મેક્સવેલ તથા ડેવિડ મિલરની શાનદાર બેટિંગની મદદથી પંજાબની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહી છે. પ્રથમ સાત મેચમાં માત્ર બે વિજય મેળવનાર કોલકાતાને ટૂર્નામેન્ટની અધવચ્ચે નબળી ટીમ માનવામાં આવતી હતી અને તેને ટોપ-૪ ટીમ માટે ફેવરિટ ગણવામાં આવતી નહોતી પરંતુ તેણે વળતો પ્રહાર કરીને પ્લે ઓફમાં સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ યુસુફ પઠાણે ૨૨ બોલમાં ફટકારેલા ૭૨ રનની મદદથી વધારે સારા રનરેટના આધારે બીજું સ્થાન મેળવ્યું છે.

કોલકાતાની ટીમ અત્યાર સુધીમાં વિક્રમી સાત વિજય હાંસલ કરી ચૂકી છે. અત્યાર સુધીના પ્રદર્શનના આધારે ભલે પંજાબનો હાથ ઉપર જણાતો હોય પરંતુ કોલકાતા પણ તાલમેલ બેસાડીને શાનદાર પ્રદર્શન કરી રહી હોવાના કારણે જ્ર્યોજ બેઇલીની કિંગ્સ ઇલેવન માટે વિજય મેળવવો આસાન રહેશે નહીં. બંને ટીમો ટ્રોફીથી માત્ર બે વિજય દૂર છે પરંતુ પ્રથમ ક્વોલિફાયર હારવાથી તેમની સફર પૂરી થશે નહીં. પરાજય મેળવનાર ટીમને બીજા ક્વોલિફાયર મુકાબલામાં રમવાની તક મળશે.
આગળ વાંચો વધુ વિગત