• Gujarati News
  • First IPL Match At Ranchi Bangalore Vs Kolkata IPL 2013

બેંગલોર વિ. કોલકાતા: ધોનીના ઘરઆંગણે પ્રથમ વખત IPLની ધૂમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાંચીમાં પહેલી વખત આઇપીએલની ધૂમ

ક્રિસ ગેઇલ અને વિરાટ કોહલી જેવા સ્ફોટક બેટ્સમેનથી ભરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ અને પ્લે ઓફમાં પ્રવેશ માટે સંઘર્ષ કરી રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રાંચીમાં સાંજે ૪.૦૦ વાગ્યાથી મુકાબલો થશે.

રાંચીમાં સૌપ્રથમ વખત આઇપીએલ મેચ રમાઇ રહી છે. લોકોમાં મેચ માટે જબરદસ્ત ઉત્સાહ છે. તમામ ટિકિટો વેચાઇ ગઇ છે. લોકો ગેઇલ, ડી વિલિયર્સ, ગંભીર, જેક્સ કાલિસ અને યુસુફ પઠાણને રમતા જોવા માગે છે.

સુપર કિંગ્સ અને રાજસ્થાનની ટક્કર પોતાના ઘરઆંગણે વિજયનો શ્રેષ્ઠ રેર્કોડ કરનારી રાજસ્થાન રોયલ્સ જ્યારે રવિવારે પહેલેથી જ પ્લે ઓફમાં સ્થાન પાક્કું કરી ચૂકેલી ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમવા ઊતરશે ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય અંતિમ ચારમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે રમશે.