તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેડરર અને નાદાલ જોકોવિચ સેમિફાઇનલમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ફેડરર, નાદાલ, જોકોવિચ સેમિફાઇનલમાં
-વાવરિંકા અને ગાસ્કે વર્લ્ડ ટૂર ફાઇનલ્સ માટે ક્વોલિફાય
-બર્ડિચ સામે મિલોસનો પરાજય
રફેલ નાદાલ, નોવાક જોકોવિચ અને રોજર ફેડરર પેરિસ માસ્ટર્સ ટેનિસની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલા આઠેય ખેલાડી આગામી સપ્તાહે લંડનમાં વિશ્વ ટૂર ફાઈનલ્સ ટેનિસમાં રમશે. વિશ્વના નંબર એક ખેલાડી નાદાલે ગત વર્ષના ઉપવિજેતા જ્ર્યોજી‍ જાનોવિચને ૭-પ, ૬-૪થી હાર આપી હતી.
રેર્કોડ છઠ્ઠા માસ્ટર્સ ખિતાબ પર નજર માંડીને બેઠેલા નાદાલ સિવાય જોકોવિચ, ડેવિડ ફેરર, યુઆન માર્ટિ‌ન ડેલ પોટ્રો, થોમસ બર્ડિચ, ફેડરર, સ્ટાનિસ્લાસ વાવરિંકા અને રિવર્ડ ગાસ્કેટ પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. દ્વિતીય ક્રમાંકિત પ્રાપ્ત જોકોવિચે અમેરિકાના જ્હોન ઇસનેરને ૬-૭, ૬-૧, ૬-૨થી માત આપી હતી. પાંચમા ક્રમાંકિત ફેડરરે જર્મનીના ફિલિપ કોલશ્રેઈબરને ૬-૩, ૬-૨થી હાર આપી હતી. સ્વિટ્ઝર્લેન્ડના સાતમા ક્રમાંકિત વાવરિંકાએ સ્પેનના નિકોલસ અલમાગ્રોને ૬-૩, ૬-૨થી હાર આપી હતી.
સ્વિટ્ઝર્લેન્ડના સ્ટેનિસ્લાસ વાવરિંકા અને ફ્રાન્સના રિચર્ડ ગાસ્કેએ લંડનમાં યોજાનારી સત્રની છેલ્લી ટેનિસ ટૂર્નામેન્ટ વર્લ્ડ ટૂર ફાઈનલ્સ માટે ક્વોલિફાય કરી લીધું છે. કેનેડાના મિલોસ રાઓનિકનો અત્રે પેરિસ માસ્ટર્સના ત્રીજા રાઉન્ડમાં ચેક ગણતંત્રના થોમસ બર્ડિચ સામેના પરાજય સાથે જ વાવરિંકા અને ગાસ્કેને લંડનની ટિકિટ મળી ગઈ છે. આ સાથે જ વિશ્વના ટોચના આઠ ખેલાડીઓ વચ્ચે યોજાનારી આ ટૂર્નામેન્ટની લાઈનઅપ પૂરી થઈ ગઈ છે. સ્પેનના રફેલ નાદાલ અને ડેવિડ ફેરર, સર્બિ‌યાના નોવાક જોકોવિચ, સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર, થોમસ બર્ડિચ અને આર્જેન્ટિનાના યુઆન માર્ટિ‌ન ડેલ પોટ્રો પહેલાથી જ આ સ્પર્ધા માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. વાવરિંકા અને ગાસ્કે વિશ્વ રેન્કિંગમાં ક્રમશ: આઠમા અને નવમા ક્રમે હતા.