તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Fatigue Did Not Lead To India's Back to back Losses: Gambhir

વધારે ક્રિકેટ રમવાથી ઇજા થતી નથી : ગંભીર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરાટ કોહલીના નેતૃત્વ અંગે ટિપ્પણી કરવાનો ગંભીરનો ઇનકાર

ટીમ ઇન્ડિયામાંથી બહાર બેઠેલા ઓપનર ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે ખેલાડીઓની ઇજા માટે વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને ક્યારેય પણ જવાબદાર ન ઠેરવી શકાય. ગંભીરે વધુમાં જણાવ્યું હતું કે ફક્ત ભારતીય ટીમ જ વધારે ક્રિકેટ નથી રમતું અન્ય ટીમો પણ આવી જ હાલતમાં છે. હાલમાં વેસ્ટ ઇન્ડિઝમાં ત્રિકોણીય શ્રેણી રમી રહેલું ભારત, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રમી હતી. તેથી ભારત જ વધારે ક્રિકેટ રમે છે એમ કહેવું ખોટું ગણાશે.

એક પ્રોડક્ટના લોચિંગમાં ઉપસ્થિત રહેલા ગંભીરે જણાવ્યું હતું કે ઇજા રમતનો જ એક ભાગ છે અને તે ક્યારેય પણ થઇ શકે છે. વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ આ અંગે જવાબદાર નથી. ઉલ્લેખનીય છે કે ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોની વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી પહેલી મેચમાં બેટિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો. ધોની ફિલ્ડિંગ કરવા પણ મેદાનમાં આવ્યો નહોતો. ત્યારબાદ ધોની સમગ્ર શ્રેણીમાંથી બહાર થઇ ગયો હતો અને તેની જગ્યાએ વિરાટ કોહલીને સુકાની બનાવાયો હતો.

શ્રેણીમાં ભારતના સતત બે પરાજય બાદ ગંભીરેએ જણાવ્યું હતું કે પરાજય બાદ ચિંતા કરવી જરૂરી નથી. ટીમ કેટલીક મેચ જીતે છે તો કેટલીક મેચમાં પરાજિત પણ થઇ શકે છે. ધોનીની જગ્યાએ સુકાની બનેલા વિરાટ કોહલીના નેતૃત્વ અંગે પૂછતા ગંભીરે કોઇ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ અંગે તેણે જણાવ્યું હતું કે હું તેના નેતૃત્વ અંગે કંઇ પણ કહેવા માગતો નથી.