• Gujarati News
  • Fans And Friends Greet Mahendra Singh Dhoni On His 32nd Birthday

૩૨મા જન્મદિવસે ધોની પર શુભેચ્છાઓનો વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ રવિવારે પોતાનો ૩૨મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે બીસીસીઆઇએ પોતાના ટ્વિટર પેજ પર લખ્યું હતું કે ‘પોતાના સુકાનીને જન્મદિવસની ખૂબ જ શુભકામનાઓ, હેપ્પી બર્થ ડે માહી. ’ધોનીની આગેવાનીમાં ભારતે ૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડ કપ, ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપ અને ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

તે હાલમાં પગના સ્નાયુ ખેંચાઇ જવાના કારણે વેસ્ટ ઇન્ડીઝમાં રમાતી ત્રિકોણીય શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. ધોનીએ ૨૦૦૪-૦૫માં બાંગ્લાદેશ સામે રમીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ એ ખૂબ જ ખરાબ શરૂઆત હતી કારણ કે ધોની પોતાની પ્રથમ મેચમાં જ શૂન્ય રને આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ ધોનીનો ગ્રાફ ઉપર ચડતો જ ગયો છે. તે હાલમાં ભારતીય ક્રિકેટમાં સૌથી મહાન ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે.

ધોની અંગે સંજય માંજરેકરે ટિ્વટ કર્યું હતું કે ધોનીના દિમાગમાં શું ચાલી રહ્યું છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ તે જ્યારે યુવાન ખેલાડીઓને પ્રદર્શન કરવાની તક આપે છે ત્યારે તેનો જુસ્સો દેખાય છે. આઇપીએલે પણ ચેન્નાઇ સુપર કિંગ્સના સુકાનીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ અંગે તેમણે ટિ્વટ કર્યું હતું કે ‘તમને આવનારા વર્ષોમાં ખૂબ જ સફળતા મળે. જન્મદિવસની શુભેચ્છા.’