યુરો કપના સ્ટાર ફૂટબોલર્સ અને અંધશ્રદ્ધાને ગજબનો નાતો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : માત્ર ભારતીય ક્રિકેટર્સ જ અંધશ્રદ્ધામાં માનતા નથી. મેચમાં જીતવા તથા ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરવા માટે ફૂટબોલના ખેલાડીઓ પણ અનેક પ્રકારની અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે અને આ બાબતથી વિશ્વભરના સ્ટાર ખેલાડીઓ પણ બાકાત રહેતા નથી. યુરો કપમાં રમી રહેલા કેટલાક ખેલાડીઓ માટે પણ અંધશ્રદ્ધા તેમના માટે ‘લેડી લક’ સમાન છે.

-ગેબોર કિરાલી

હંગેરીનો ગોલકીપર ગેબોર કિરાલીનું નામ અંધશ્રદ્ધામાં સૌથી પહેલું આવે છે. કોઇ પણ મેચ હોય કે કોઇ પણ ટૂર્નામેન્ટ આ ખેલાડી હંમેશા ગ્રે કલરનું ટ્રેક પેન્ટ પહેરે છે. યુરો કપ 2016માં ઓસ્ટ્રિયા સામેની મેચમાં પણ તે પોતાની અંધશ્રદ્ધાને વળગી રહ્યો હતો અને તેની ટીમે આ મેચને 2-0થી જીતી હતી. કિરાલીએ જણાવ્યું હતું કે તેના માટે ગ્રે કલરનું ટ્રેક પેન્ટ ઘણું નસીબદાર છે જેના કારણે તે ગોલ બચાવવામાં સફળ રહે છે.
આગળ વાંચો અન્ય ખેલાડીઓ વિશે....
અન્ય સમાચારો પણ છે...