યૂરો કપની મેચમાં પડ્યા લાત-મુક્કા, ફાઇટ રોકવા બોલાવવી પડી ફોર્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેંટ એટિયેને (ફ્રાંસ): યૂરો કપમાં ક્રોએશિયા અને ચેક રિપબ્લિક વચ્ચે રમાયેલ મેચમાં વિવાદ થયો હતો. જેને કારણે મેચને રોકવામાં આવી હતી. ક્રોએશિયાના સપોર્ટ્સને કારણે આ વિવાદ થયો હતો, તેમને ચેક રિપલ્બિકને ચીયર કરવા આવેલા લોકો સાથે મારપીટ કરી હતી અને મેચ દરમિાયન મેદાન પર આગના ગોળા ફેક્યા હતા. હંગામો કરી રહેલા ફેન્સને રોકવા માટે સ્ટેડિયમમાં સ્પેશિયલ ફોર્સને બોલાવવી પડી હતી.
શું થયુ હતું મેચમાં
- ક્રોએશિયાના સપોર્ટસે મેચમાં ત્યારે વિવાદ ઉભો કર્યો જ્યારે તેમની ટીમ મેચમાં 2-1થી આગળ ચાલી રહી હતી.
- વિવાદ વધતા બન્ને ટીમના પ્લેયર્સે મેદાન પર આવીને ફેન્સને શાન્ત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ માન્યા નહતા.
- આ વચ્ચે જ્યારે ફાયર સ્ટીવર્ડ (સેફ્ટી સ્ટાફ), ગ્રાઉન્ડને સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા ત્યારે લોકેએ તેમની પર આગના ગોળા ફેક્યા હતા.
- આ હંગામા વિશે મેચ રેફરીને રિપોર્ટ મળ્યા બાદ યૂરો કપના ઓર્ગેનાઇઝર્સે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.
મેચ ડ્રો થઇ
- ક્રોએશિયાએ મેચની શરૂઆતમાં ઇવાન પેરિસિકના 37મી મીનિટમાં કરેલા ગોલને કારણે 1-0થી લીડ મેળવી લીધી હતી.
- તે બાદ ઇવાન રૈકિટિકે બીજા હાફની 59મી મીનિટમાં માર્સેલો બ્રોઝોવિક પાસે ગોલ ફટકારતા 2-0થી લીડ મેળવી લીધી હતી.
- ક્રોએશિયાની ટીમ મેચમાં છવાયેલી રહી હતી પરંતુ મેચ પૂર્ણ થયાની 14 મીનિટ પહેલા ચેકની ટીમના મિલાન સ્કોડાએ ગોલ ફટકારી ટીમને લાઇફલાઇન આપી હતી.
- તે બાદ ઇન્જરી ટાઇમમાં મળેલી પેનલ્ટી પર નેસિડે બરાબરીનો ગોલ ફટકારી ક્રોએશિયાની જીતનું સ્વપ્ન તોડી નાખ્યું હતું.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...