સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે, જ્યાં બન્ને દેશ વચ્ચે વન ડે સીરિઝ ચાલી રહી છે.ક્રિકેટના ઇતિહાસમાં બન્ને ટીમો વચ્ચે કેટલીક શાનદાર સીરિઝ થઇ છે, જેમાં કેટલાક કિસ્સા એવા પણ છે જેમને આજે પણ યાદ કરવામાં આવે છે. દરમિયાન
divyabhaskar.com તમને આવા જ કેટલાક કિસ્સા વિશે જણાવી રહ્યું છે.
જ્યારે ભારતીય ક્રિકેટરને મળી હતી યુવતીની ઓફર
- આ ઘટના વર્ષ 1971માં ટીમ ઇન્ડિયાના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટર એકનાથ સોલકર સાથે બની હતી. જેના વિશે લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે એક ઇવેન્ટ દરમિયાન જણાવી હતી.
- ગાવસ્કર અનુસાર આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝનો વિસ્ફોટક બેટ્સમેન એલ્વિન કાલીચરણ બેટિંગ કરવા ક્રીઝ પર આવ્યો હતો. જે તે સમયના સૌથી સારા બેટ્સમેનમાંથી એક હતો અને મોટી ઇનિંગ રમવા માટે જાણીતો હતો. અહી સુધી કે દરેક બોલર તેનાથી ડરતો હતો અને તેને જલ્દી આઉટ કરવા માંગતો હતો.
- બેટિંગ માટે ઉતરેલા કાલીચરણે થોડી વાર બાદ એક ખોટો શોટ ફટકાર્યો અને બોલ ઘણો ઉપર હવામાં ચાલ્યો ગયો હતો. આ બોલ સીધા ફિલ્ડરના હાથમાં જઇ રહ્યો હતો.
- તે સમયે બોલ નીચે એકનાથ સોલકર કેચ લેવા માટે તૈયાર હતો, તેની ગણના વિશ્વના બેસ્ટ ફિલ્ડરમાં થતી હતી.
- સોલકર પાસે બોલ આવ્યા પહેલા સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો વચ્ચેથી એક અવાજ આવ્યો, જેમાં એકે કહ્યું... 'સોલકર...સોલકર... જો તમે આ કેચ છોડી દો તો હું તમને મારી બહેન આપી દઇશ' પરંતુ તે બાદ પણ સોલકરે તે કેચ લઇને કાલીચરણને આઉટ કરી દીધો હતો.
- કેચ પકડ્યા બાદ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે સ્ટેન્ડમાંથી આવેલ કેટલાક અવાજને સાંભળ્યો હતો, તો સોલકરે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો પરંતુ જ્યારે અમે તેને આ મામલે જણાવ્યું તો તે ક્રિકેટ ફેન તરફ ફર્યો અને કહ્યું, 'તમે તમારી બહેન તમારી પાસે જ રાખો, મે પહેલાથી જ લગ્ન કરેલા છે'
આગળની સ્લાઇડમાં વાંચો, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલ મેચના 4 રસપ્રદ કિસ્સા...