134 દેશો વચ્ચે 2 ગુજરાતી ટેનિસ ગર્લ ચીની-તાઇપેઇમાં મચાવશે ધમાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ ચીની તાઈપે ખાતે યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં બે ગુજરાતી ગર્લ્સ પણ ટેનિસમાં ધમાલ મચાવશે. આ બે ખેલાડીઓ છે વૈભવી ત્રિવેદી અને ઈતી મેહતા. આખા ભારતમાંથી ટેનિસ માટે 4 બોયઝ અને 4 ગર્લ્સનું સિલેક્શન થયું છે, જેમાં ઈતિ અને વૈભવી પણ સામેલ છે. હાલ આ બંને ખેલાડીઓ હરિયાણાના હિસ્સાર ખાતે નેશનલ કેમ્પમાં ટ્રેનિંગ લઈ રહી છે.
 
 
 
વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેશે 134 જેટલા દેશો...
 
- મલ્ટિ સ્પોર્ટ્સ ઈન્ટરનેશનલ મામલે ઓલિમ્પિક બાદ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ સ્થાન મેળવે છે, જેમાં 2017માં 134 જેટલા દેશોના કોલેજ સ્ટુડન્ટ્સ ભાગ લેશે.
- વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની ઓપનિંગ સેરેમની 19 ઓગસ્ટે થશે, જ્યારે કે ટેનિસનો પ્રારંભ 21મી ઓગસ્ટથી થશે.
 
આવું છે વૈભવી ત્રિવેદીનું ટેનિસ કરિઅર....
 
- વૈભવી ત્રિવેદી AITA(All India Tennis Association) નેશનલ વુમન્સની ટોપ-30માં સામેલ રહી ચુકી છે.
- વૈભવીએ પોતાના ટેનિસ કરિઅરમાં અંડર14,17,19 અને નેશનલ વુમન્સમાં એમ કુલ 10 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
- વૈભવી ત્રિવેદીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ જુનિયર અને સિનિયર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી.
- મૂળ રાજકોટની વૈભવીના પિતા એલઆઈસીમાં આસિ. ક્લાર્ક પદે કામ કરે છે. જોકે ટેનિસમાં આગળ વધવા SAGનો સારો એવો સપોર્ટ મળ્યો છે.
 
ઈતિ મેહતાનું ટેનિસ કરિઅર
 
- બી.કોમ ફાઈનલ યરમાં અભ્યાસ કરતી ઇતી મેહતા 2 વખત સિંગલ અને 4 વખત ડબલ્સ ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં રનર અપ રહી છે.
- તે એક વખત એશિયન ટેનિસ ટૂર્નામેન્ટમાં વિનર અને 1 વખત રનર અપ રહી છે.
- પાટણ શહેરના જુના કાળકા મંદિર પાસે રહેતી ઈતિ અસેષકુમાર મેહતાએ 2015માં રમાયેલી લોન ટેનિસની નેશનલ ગેમ્સમાં 2 ગોલ્ડ, ખેલ મહાકુંભમાં 7 ગોલ્ડ મેડલ,નેશનલ સ્કૂલ ગેમમાં 7 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરેલા છે.
- ઈતિ મેહતાને પણ સરદાર પટેલ જુનિયર અને સિનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ વૈભવી ત્રિવેદી અને ઇતી મેહતાની અન્ય તસવીરો તથા જાણો અન્ય ફેક્ટ્સ)