તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુલિપ ટ્રોફી ફાઇનલ: ચેતેશ્વર પૂજારાની બેવડી સદી, શેલ્ડન જેક્સનની સદી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયા બ્લુ અને ઇન્ડિયા રેડ વચ્ચે રમાઇ રહેલી દુલિપ ટ્રોફીની ફાઇનલ મેચમાં ઇન્ડિયા બ્લૂના ચેતેશ્વર પૂજારાએ આક્રમક બેવડી સદી ફટકારી હતી. જ્યારે શેલ્ડન જેક્સને સદી ફટકારી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇન્ડિયા બ્લૂએ 6 વિકેટે 693 રન બનાવી લીધા હતા ત્યાર બાદ ઇન્ડિયા બ્લૂએ દાવ ડિકલેર કરી દીધો હતો. જવાબમાં ઇન્ડિયા રેડે 2 વિકેટ ગુમાવી 16 રન બનાવી લીધા છે. યુવરાજ સિંહ 0 અને શિખર ધવન 14 રને રમતમાં છે.
ચેતેશ્વર પુજારાની આક્રમક રમત
- ચેતેશ્વર પૂજારાએ પ્રથમ દિવસના અંતે 111 રનની રમત આગળ વધારતા બેવડી સદી ફટકારી હતી.
- ચેતેશ્વર પૂજારા 256 રન બનાવી અણનમ રહ્યો હતો.
- આ દરમિયાન તેને 28 ફોર ફટકારી હતી.
- શેલ્ડન જેક્સને ફર્સ્ટ ક્લાસમાં પોતાની 11મી સદી ફટકારી હતી.
- શેલ્ડન જેક્સન 134 રન બનાવી આઉટ થયો હતો.
- ચેતેશ્વર પુજારાની આ ફર્સ્ટ ક્લાસમાં 10મી બેવડી સદી હતી.
- યુવરાજની ટીમે કેટલાક કેચ છોડ્યા હતા જેનો ફાયદો ગંભીરની ટીમે ઉઠાવ્યો હતો.
ગૌતમ ગંભીર ફરી બન્યો નર્વસ નાઇન્ટીનો ભોગ
- ઇન્ડિયા બ્લૂનો કેપ્ટન ગૌતમ ગંભીર ફરી નર્વસ નાઇન્ટીનો ભોગ બન્યો હતો.
- ગૌતમ ગંભીર અને મનોજ અગ્રવાલે પ્રથમ વિકેટ માટે 144 રનની ભાગીદારી નોધાવી હતી.
- ગંભીર 8 ફોર સાથે 94 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ થયો હતો જ્યારે મનોજ અગ્રવાલ 57 રન બનાવી આઉટ થયો હતો.
- જ્યારે દિનેશ કાર્તિકે પણ 55 રનની ઇનિંગ રમી પૂજારાનો સાથ આપ્યો હતો.
- ચેતેશ્વર પૂજારા અને દિનેશ કાર્તિક વચ્ચે ચોથી વિકેટ માટે 120 રનની ભાગીદારી નોધાઇ હતી.
- ઇન્ડિયા રેડ તરફથી સ્ટુઅર્ટ બિન્ની, કુલદીપ યાદવ, અમિત મિશ્રા અને સાંગવાને 1-1 વિકેટ ઝડપી હતી.
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો