તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેનિસ કોર્ટ પર બોલ બોયના સ્થાને બોલ ડોગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાઓ પાઉલો: બ્રાઝિલ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની એક મેચ દરમિયાન કોર્ટ પર શ્વાન દેખાયા. આ શ્વાન અહીં બોલ બોયની ડ્યૂટી નિભાવી રહ્યા હતા. અત્રે રમાયેલી એક એક્ઝીબિશન મેચમાં ચાર શ્વાને બોલ બોયનું કામ કર્યું. ગળામાં ઓરેન્જ રિબન બાંધેલા આ શ્વાન ખેલાડીઓને બોલ આપી રહ્યા હતા. અને કોર્ટ પર વિખેરાઈને પડેલા બોલ ઉપાડીને રાખી રહ્યા હતા.
- ડોગ ટ્રેનર આન્દ્રેયાએ બોલ બોયની ટ્રેનિંગ આપી, રખડું જાનવરોના એડોપ્શનને પ્રોત્સાહન આપવા પહેલ...

સ્પેનના રોબર્ટો કારબાલેસ બાએના અને પોર્ટુગલના ગાસ્તાઓ એલિયાસની વચ્ચે રમાયેલી મેચમાં કોર્ટ પર ફ્રીડા, કોસ્ટેલા, મેલ અને ઈઝાબેલ નામના શ્વાન બોલ ડોગના રુપે જોવા મળ્યા હતા. આ શ્વાન બોલ ઉપાડતા ત્યારે દર્શકો તેમની સરાહના કરતા હતા. અનેક વખત ખેલાડી જાણી જોઈને બોલ ફેંકતા હતા. મેચ દરમિયાન દર્શકોએ પણ એની મજા માણી. પહેલા આ શ્વાન રસ્તા પર રખડતા હતા.
મારલી સ્કારમેલાએ તેમને આશરો આપ્યો. ડોગ્સ ટ્રેનર આન્દ્રેયા બેકર્ટે અનેક મહિનાની ટ્રેનિંગ બાદ તેમને તૈયાર કર્યા છે. બેકર્ટે કહ્યું સ્ટ્રીટ ડોગ્સ સાથે બહુ ખરાબ વ્યવહાર કરાય છે. આપણે તેમના અંગે સમજવું ખુબજ જરુરી છે. એ પછી જ તેમને ટ્રોનિંગ આપી શકાય છે. પહેલા આ ચારેય શ્વાનને ટેનિસ કોર્ટનો માહોલ સમજાવાયો.

તેમને બોલનો અવાજ અને દર્શકોના ઘોંઘાટનો પરિચય કરાવાયો. કેટલાકે સારું કર્યું તો કેટલાક આ બધાથી ડરી ગયા. પરંતુ અમે તેમને બોલ ડોગના રુપે તૈયાર કરવામાં સફળ રહ્યા. મારલી કહે છે કે અમે લોકોને બતાવવા માગીએ છીએ કે જો આમની સારી દેખભાળ રખાય તો તેઓ બહુ ખુશ થાય છે.
આપણે જાનવરો સાથે સારી રીતે વર્તવું જોઈએ. મારી પાસે શેલ્ટર હોમ્સમાં 1000 શ્વાન છે. હું તેમની દેખભાળ કરું છું. તેમણે કહ્યું કે આ પહેલનો હેતુ લોકોને જાનવરોના એડોપ્શન માટે જાગૃત કરવાનો છે. આ રખડુ શ્વાનને એડોપ્ટ કરવા માટે કરાયેલો અત્યંત નાનકડો પ્રયાસ છે.
અન્ય સમાચારો પણ છે...