તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Do Or Die For Team India Against West Indies Skipper Kohli Fined Tri Series 2013

પડતા પર પાટુ: કોહલી દંડાયો, ટીમ ઈન્ડિયા માટે કરો યા મરોનો જંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સતત બે મેચમાં પરાજય મળ્યા બાદ બેકફૂટ પર આવી ગયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમ ભારતે જો ત્રિકોણીય વન-ડે શ્રેણીની ફાઇનલમાં પહોંચવા માટેની પોતાની આશા જીવંત રાખવી હોય તો શુક્રવારે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારા મુકાબલામાં કોઇ પણ ભોગે વિજય હાંસલ કરવો પડશે. પરિસ્થિતિને જોતાં ભારત માટે આ મુકાબલો કરો યા મરોનો બની ગયો છે. ધોનીની ગેરહાજરીમાં ટીમ વેરવિખેર જણાય છે અને કોહલીએ ફરીથી ટીમને એકસૂત્રે બાંધીને વિજય હાંસલ કરવો પડશે.

બીજી બાજુ સ્ટેન્ડ ઈન સુકાની વિરાટ કોહલીને સતત બે પરાજય મળ્યા બાદ વધુ એક મુશ્કેલી સામે આવી છે. કોહલી સહિત ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામેની મેચમાં ધીમા ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડ ખાતે તાજેતરમાં રમાયેલી ચેમ્પિયન્સ ટોફી જીતીને અહીં આવેલી ભારતીય ટીમે કપરી પરિસ્થિતિમાં બેટિંગ તથા બોલિંગ બંનેમાં શરમજનક દેખાવ કર્યો છે અને તે પ્રથમ બંને મેચ હારી ગઇ હતી. કેરેબિયન ટાપુઓ પરની પિચ સાથે અનુકૂળ થવા માટે ઝઝૂમી રહેલી ભારતીય ટીમની મુશ્કેલી સુકાની મહેન્દ્રસિંહ ધોનીના ઇજાગ્રસ્ત થવાના કારણે વધી છે. કોહલીના નેતૃત્વની વધુ એક વખત આકરી કસોટી થશે કારણ કે તેને ભારતનો ભાવિ સુકાની માનવામાં આવી રહ્યો છે.

આગળ ક્લિક કરો અને જાણો, કેવી રીતે જીતી શકે છે ભારત અને શ્રીલંકા સામે ભારતે કઈ મોટી ભૂલ કરી હતી.....