ધોનીનું દર્દ, મેચ હારતા જ ક્રિકેટર્સને સમજવામાં આવે છે આતંંકી અને હત્યારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: વન ડે અને ટી 20 કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે 2007 વર્લ્ડકપમાં ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ મળેલા રિસ્પોન્સ અને ક્રિટિઝમને કારણે સારો અને મજબૂત વ્યક્તિ બનવામાં મદદ કરી છે. ધોની પોતાના જીવન પર બની રહેલી ફિલ્મ \'એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી\'ને લઇને ચર્ચામાં છે. તેને ન્યૂયોર્કમાં ફિલ્મ પ્રમોશન દરમિયાન આ વાત કહી હતી.
ધોનીએ વધુમાં શું કહ્યું
 
- ધોનીએ કહ્યું- \'ભારતમાં જ્યારે અમે મેચ હારી જઇએ છીએ તો લોકો એવું વર્તન કરે છે જાણે કોઇ ગુનો કર્યો હોય, કોઇનું મર્ડર કરી દીધું હોય કે અમે કોઇ આતંકવાદી હોઇએ\'
-ધોનીએ ફિલ્મ પ્રમોશન દરમિયાન કહ્યું કે તે ઇચ્છતો હતો કે આ ફિલ્મમાં તેને ગ્લોરીફાય કરવાની જગ્યાએ તેની જર્ની અને તેના સ્ટ્રગલને બતાવવામાં આવે.
- કેપ્ટન કૂલે કહ્યું- આ ઘણી સાધારણ વાર્તા છે અને મેં આ ફિલ્મના ડાયરેક્ટર નીરજ પાંડેને કહ્યું હતું કે તેમાં મને ખાસ બતાવવાનો પ્રયાસ ન કરવામાં આવે, પરંતુ મારી પ્રોફેશનલ લાઇફની કહાનીને બતાવવામાં આવે.
- મહત્વપૂર્ણ છે કે ધોનીના જીવન પર બનેલી \'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી\' ભારત સહિત વિદેશોમાં 30 સપ્ટેમ્બરે રિલીઝ થઇ રહી છે.
- આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત મેન લીડ રોલમાં છે.
 
કારકિર્દીને મળી અલગ દિશા

- પોતાની પત્ની સાક્ષી સાથે ન્યૂયોર્કમાં હાજર ધોનીએ પોતાની કારકિર્દીની કેટલીક મહત્વની ક્ષણોને યાદ કરી હતી.
- તેને જણાવ્યું હતું કે 2007 વર્લ્ડકપમાં જ્યારે ટીમ ઇન્ડિયા ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગઇ હતી, તે સમયે પરત ફરતા  જે રીતની પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો તેનાથી અમારી કારકિર્દીને એક અલગ દિશા મળી હતી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...